FILE PHOTO: FILE PHOTO: The logo (REUTERS/Issei Kato/File Photo)

માના પટેલની પસંદગી સાથે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે રાજ્યની છ મહિલા ખેલાડી ઓલિમ્પિક- પેરાઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાઇ થઈ છે. રાજ્યની છ મહિલા ખેલાડીની 23 જુલાઈ, 2021થી જાપાનમાં યોજાઇ રહેલા ટોકિયો ઓલિમ્પિક્સ અને પેરા ઓલિમ્પિક માટે પસંદગી થઈ છે. છ વર્ષના સમયગાળા બાદ ગુજરાતના કોઇ ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.

ઓલિમ્પિક ગેમ્સ માટે માના પટેલ (સ્વિમિંગ), એલાવેનિલ વાલારિવન (શૂટિંગ), અંકિતા રૈના (ટેનિસ) ક્વાલિફાઇ થઈ છે, જ્યારે પેરા-ઓલિમ્પિક માટે સોનલ પટેલ (પેરા ટેબલ ટેનિસ) ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ) અને પારુલ પરમાર (પેરા બેડમિન્ટન) માટે ક્વોલિફાઇ થઈ છે.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની નારી શક્તિની સ્પોર્ટસ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે આ 6 વિરાંગનાઓને અભિનંદન પાઠવ્યા હતા અને ટોકિયો ઓલિમ્પિકમાં સ્થાન મેળવી ભારત અને ગુજરાતનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ જેવા આયોજનોને પ્રેરણા આપીને ગુજરાતના યુવાવર્ગને રમત-ગમત ક્ષેત્રે પ્રેરિત કરવાની સુદીર્ઘ નિતી-રિતી ગુજરાતને આપી છે જેના સુખદ પરિણામો મળી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન, સહાય અને તાલીમ આપવાની રાજ્ય સરકારની નીતિનું આ પરિણામ છે.