15, 2023. REUTERS/Amir Cohen

ઇઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચેનું યુદ્ધ સોમવારે દસમાં દિવસમાં પ્રવેશ્યું હતું અને હવે તે વધુ ઉગ્ર બનવાની ધારણા છે, કારણ કે ઇઝરાયેલી ભૂમિદળના આક્રમણની તૈયારી કરી હતી. ઉત્તર ગાઝા ખાલી કરવાની 24 કલાકની મહેતલ પૂરી થવાની સાથે ઇઝરાયેલે સરહદ પર  મોટી સંખ્યામાં સૈનિકો અને ટેન્કો તૈનાત કરી દીધી હતી. બીજી તરફ ઉત્તર ગાઝામાંથી મોટાપાયે લોકોનું દક્ષિણ ગાઝામાં પલાયન ચાલુ થઈ હતી. યુનાઈટેડ નેશન્સે જણાવ્યું છે કે ઈઝરાયેલે પેલેસ્ટિનિયન જૂથ હમાસ સામે બોમ્બમારો ચાલુ કર્યા પછી ઉત્તર ગાઝા પટ્ટીના 10 લાખથી વધુ લોકોને તેમના ઘરોમાંથી ભાગી જવું પડ્યું છે.

સાત ઓક્ટોબરે ચાલુ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 3,200 લોકોના મોત થયા છે. યુદ્ધમાં 1,400 થી વધુ ઇઝરાયેલીઓ માર્યા ગયા અને સેંકડોને બંધક બનાવવામાં આવ્યાં છે. બીજી તરફ ગાઝા પર સતત બોમ્બમારોને કારણે  700થી વધુ બાળકો સહિત 2,670થી વધુ લોકો માર્યા ગયા છે.

રવિવારે સવારે હમાસે તેના ત્રણ આતંકીઓના મોત થયા હોવાની જાહેરાત કરી હતી. હમાસે જણાવ્યું હતું કે આ ત્રણેય નેતાઓ ઇઝરાયેલના હવાઇ હુમલામાં માર્યા ગયા હતા અને તે પહેલા તેમને ઇઝરાયેલને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

શનિવારની રાત્રે તેલ અવીવ અને દક્ષિણ ઇઝરાયેલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ ગાઝાના ઉત્તરીય ભાગમાં અને તેની આસપાસના ટાર્ગેટ પર હુમલો કર્યો હતો. લેબનોનમાંથી હિઝબુલ્લાએ ઇઝરાયેલીની લશ્કરી મથકો પર હુમલો કર્યો હતો અને તેનાથી એક ઇઝરાયેલનું મોત થયું હતું. મોરક્કોમાં ઇઝરાયેલ વિરુદ્ધ મોટાપાયે દેખાવો થયો હતો અને લોકોએ ઇઝરાયેલ સાથેના સંબંધો કાપી નાખવાની માંગણી કરી હતી.

ઇઝરાયેલના હવાઇ હુમલામાં ગાઝામાં મોટાપાયે જાનહાન અને નુકસાન થયું છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે કબ્રસ્તાનમાં જગ્યા ઓછી હોવાથી લોકોના મૃતદેહોને આઈસ્ક્રીમ ફ્રીઝર ટ્રકમાં રાખવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલના શબઘર માત્ર 10 મૃતદેહો રાખી શકાય છે તેથી સંખ્યામાં મૃતદેહો રાખવા માટે આઈસ્ક્રીમ ફેક્ટરીઓમાંથી આઈસ્ક્રીમ ફ્રીઝર લાવ્યા છીએ.

અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન ઇજિપ્ત પહોંચ્યા હતા ત્યારે ઇજિપ્તે રવિવારે જણાવ્યું હતું કે તે પેલેસ્ટિનિયનોના ભાવિ પર એક સમિટ યોજવા માગે છે. રફાહ બોર્ડર ક્રોસિંગ પર ઇજિપ્તનો અંકુશ છે અને તે ગાઝા પટ્ટીમાંથી બહાર નીકળવાનો એકમાત્ર એવો માર્ગ છે કે જેના પર ઇઝરાયલનો અંકુશ નથી. જોકે ઇઝરાયેલના હવાઇહુમલાને કારણે આ માર્ગ બંધ થઈ ગયો છે, તેથી પેલેસ્ટિયન કે વિદેશી લોકો માટે ભાગી જવાનું મુશ્કેલ બન્યું છે

 

LEAVE A REPLY

eleven + seven =