(ANI Photo)

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલે છે ત્યારે તેમાં હાજર રહેવું કે નહીં તે અંગે કોંગ્રેસ સહિતના વિપક્ષો ધર્મસંકટમાં મૂકાયા હોય તેમ લાગે છે.

આ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે કે નહીં તે અંગે યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે. સમારોહમાં સોનિયા ગાંધી અને ખડગે બંનેને સત્તાવાર રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે.

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવા અંગે અનિર્ણાયકતા બદલ કોંગ્રેસની આકરી ટીકા કરતાં કેરળમાં શાસક CPI(M)એ શુક્રવારે જણાવ્યું હતું તે કોંગ્રેસની રાજકીય નાદારી દર્શાવે છે.CPI(M)ના રાજ્ય સચિવ એમવી ગોવિંદને કહ્યું હતું કે સરકારના સમર્થનથી મંદિર બનાવવાનું પગલું ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર માટે યોગ્ય નથી. હિન્દુત્વની આક્રમકતાને હરાવવા માટે દેશની સૌથી જૂની પાર્ટી બિનસાંપ્રદાયિકતાને જાળવી રાખવામાં અસમર્થ બની છે. CPI(M) એ પહેલાથી જ જાહેર કર્યું છે કે તેના પ્રતિનિધિઓ સમારંભમાં હાજરી આપશે નહીં.  પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે નહીં

LEAVE A REPLY

16 + 1 =