(ANI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે વિરોધ પક્ષોએ  મહિલા અનામત બિલને ત્રણ દાયકાઓ સુધી લટકાવી રાખ્યું હતું અને હવે બિલ પસાર થયું ત્યારે તેઓ જાતિ અને ધર્મના આધારે મહિલાઓને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓ ભૂતકાળમાં આ બિલને સંસદની મંજૂરી ન મળે તે માટે મેચ ફિક્સિંગ કર્યું હતું. મહિલાઓએ તેમનાથી “સાવચેત” રહેવું જોઈએ. 

વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંસદના બંને ગૃહોમાં બિલ પસાર કરવા બદલ તેમનો આભાર માનવા માટે આયોજિત એક કાર્યક્રમમાં મોદી બોલી રહ્યાં હતાં અને તેમાં હજારો મહિલાઓ હાજર રહી હતી. મોદીએ જણાવ્યું હતું કે “વિપક્ષે તેમનું વલણ બદલ્યું છે તેવા ભ્રમમાં ન રહો. તેઓએ હવે બિલને સમર્થન આપ્યું છે કારણ કે તેઓ મહિલાઓની શક્તિથી ડરી ગયા છે. તેઓએ ત્રણ દાયકાથી મહિલા અનામત બિલને અટકાવવા માટે શક્ય તેટલું બધું કર્યું. બસ તેમનો ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ તપાસો. તેઓએ તમામ પ્રકારના બહાના બનાવ્યાબિલને ફાડી નાખ્યું અને ભૂતકાળમાં તમામ પ્રકારના નાટક કર્યા. 

વડાપ્રધાને જણાવ્યું હતું કે “વિપક્ષ આ ખરડો પસાર કરવા તૈયાર ન હતાં. તેથી જ તેઓ વિવિધ બહાના કાઢતાં હતા. તેઓ હવે જાતિ અને ધર્મના નામે મહિલાઓને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે  વિરોધ પક્ષોએ અનિચ્છાએ આ બિલને સમર્થન આપ્યું છેહું મહિલાઓને તેમનાથી સાવચેત રહેવા વિનંતી કરું છું,” અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સહિતના સંખ્યાબંધ પક્ષોએ મહિલા અનામત ખરડામાં ઓબીસી માટે અલગ અનામતની માગણી કરી હતી.  

LEAVE A REPLY

five × two =