Getty Images)

ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોની મદદથી સસ્તી મેલેરિયાની રસી વિકસાવવામાં સફળતા મળી છે અને તેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વૈશ્વિક સ્તરે લાગુ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. તે રસી દર વર્ષે 500,000 મેલેરિયા-સંબંધિત મૃત્યુને ઘટાડવામાં મદદ કરી શકે છે.

મલેરિયા માટેની આ રસી ઓછી કિંમતે સરળતાથી ઉપલબ્ધ થશે અને વિકાસશીલ દેશોને સૌથી મોટા રોગના બોજમાંથી મુક્તિ આપશે.

R21 રસી, ઓક્સફર્ડ યુનિવર્સિટી, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને દવા નિર્માતા નોવાવેક્સ દ્વારા વિકસાવવામાં આવી છે. GSK દ્વારા આ પહેલા RTS,S રસી 2022માં બહાર પાડવામાં આવી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પાસે દર વર્ષે R21 ના 100 મિલિયન ડોઝની ઉત્પાદન ક્ષમતા છે અને આગામી બે વર્ષમાં તે બમણી કરવામાં આવશે.

ઇરાડા ટેક્નોલૉજી એલાયન્સના સ્થાપક અને મલેરિયાથી બચી ગયેલા ડૉ. બેનજી પ્રિટોરિયસ અને તેમની ટીમ દ્વારા મલેરિયા રસી બનાવાઇ છે. ઓક્સફર્ડ વેક્સિન R21 જીવનચક્રના પ્રારંભિક તબક્કે પરોપજીવીને અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. R21 એ ક્લિનિકલ ટ્રાયલ્સમાં આશાસ્પદ પરિણામો દર્શાવ્યા છે અને મલેરિયા સંબંધિત પીડા અને મૃત્યુમાં ઘટાડો થશે તેવી આશા છે.

ઇરાડા ટેક્નોલોજી એલાયન્સમાં ‘સાલ્વા’ વિકસાવવામાં આવે છે જે મલેરિયા માટે વિશ્વની પ્રથમ લાળ આધારિત ઝડપી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ બનશે. 5-20 મિનિટમાં પરિણામ આપતા આ મેલેરિયા ટેસ્ટથી સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.

LEAVE A REPLY

17 − seven =