વિરોધ પક્ષના નેતા અને લેબર પાર્ટી અધ્યક્ષ સર કેર સ્ટાર્મરે દિવાળીના તહેવારની ઉજવણી કરવા 13 નવેમ્બર 2023ના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડનની મુલાકાત લીધી હતી.

મંદિરના વરિષ્ઠ સંતો અને ટ્રસ્ટીઓ દ્વારા સર કેરનું પરંપરાગત સદ્ભાવના ચિહ્નો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ દિવાળીના ઉત્સવો અને પ્રાર્થનામાં જોડાયા હતા  અને સામુદાયિક ભાવનાની ઉષ્માનો અનુભવ કર્યો. તેમણે મંદિરના યુવાન અને વરિષ્ઠ સ્વયંસેવકોમે મળીને સમુદાયમાં તેમના વિવિધ યોગદાન વિશે જાણ્યું હતું.

સર કેરે સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે “હું અહીંની ઉજવણી અને હજારો સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવાથી અભિભૂત થયો છું. આ પ્રતિષ્ઠિત પ્રસંગને વાસ્તવિક બનાવવા માટે જે કાળજી અને પ્રતિબદ્ધતા દાખવવામાં આવે છે તે પ્રસંશાને પાત્ર છે. તેમના અસાધારણ પ્રયાસોને નદરઅંદાજ કરી શકાય નહિં. નીસડન મંદિર દરેક માટે કરુણા અને સંવાદિતાની દીવાદાંડી છે તથા તે ગ્રેટ બ્રિટનના ધાર્મિક અને સાંસ્કૃતિક લેન્ડસ્કેપનો અભિન્ન ભાગ છે. બ્રિટિશ ભારતીયો તરીકે તમે અમારા દેશ માટે જે કંઈ કરો છો તેના માટે હું આદર વ્યક્ત કરવા માંગુ છું.”

મંદિરના ટ્રસ્ટી અને સ્વયંસેવક ડૉ. મયંક શાહે કહ્યું હતું કે, “વર્ષના આવા શુભ સમયે નીસડન મંદિર આવી સર કેર સ્ટાર્મરે અમને સન્માન આપ્યું છે. તેમણે બ્રિટિશ હિંદુઓના સ્થાનિક સમુદાય સાથે જોડાવા માટે જે સમય કાઢ્યો તેની અમે પ્રશંસા કરીએ છીએ.”

LEAVE A REPLY

five + 8 =