(PTI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાજપના “મેરા બૂથ સબસે મજબૂત” અભિયાન હેઠળ પક્ષના કાર્યકરોને સંબોધિત કરતી વખતે સવાલ કર્યો હતો કે જો ટ્રિપલ તલાક ઇસ્લામથી અવિભાજ્ય છે, તો ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, કતાર, જોર્ડન, સીરિયા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા મુસ્લિમ બહુમતીવાળા દેશોમાં શા માટે તેનો અમલ કરવામાં આવતો નથી?

યુનિફોર્મ સિવિલ કોડની જોરદાર તરફેણ કરતાં મોદીએ જણાવ્યું હતું કે “એક કુટુંબના વિવિધ સભ્યો માટે અલગ અલગ નિયમો રાખવાનું યોગ્ય નથી. 90 ટકા વસ્તી સુન્ની મુસ્લિમોની વસતિ ધરાવતા ઇજિપ્તમાં 80 થી 90 વર્ષ પહેલાં ટ્રિપલ તલાકની પદ્ધતિ નાબૂદ કરાઈ હતી. ત્રિપલ તલાકની હિમાયત કરનારા લોકો વોટ બેંકના ભૂખ્યા  છે અને તેઓ મુસ્લિમ દીકરીઓ સાથે ઘોર અન્યાય કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે ટ્રિપલ તલાક માત્ર મહિલાઓની ચિંતાનો વિષય નથી, પરંતુ સમગ્ર પરિવારોને પણ બરબાદ કરે છે. ટ્રિપલ તલાક પછી મહિલાને પરત મોકલવામાં આવે છે, ત્યારે માતા-પિતા અને ભાઈઓ મહિલા વિશે ચિંતાથી પીડાય છે.

પીએમએ સમાન નાગરિક સંહિતાના વિરોધ કરનારાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ પોતાના હિત માટે કેટલાક લોકોને ઉશ્કેરે છે, “ભારતીય મુસ્લિમોએ સમજવું પડશે કે કયા રાજકીય પક્ષો તેમના પોતાના ફાયદા માટે તેમને ઉશ્કેરે છે અને તેમને નષ્ટ કરી રહ્યા છે,” તેમણે ઈશારો કરતા કહ્યું. આપણું બંધારણ પણ તમામ નાગરિકોને સમાન અધિકારની વાત કરે છે.

 

LEAVE A REPLY

6 − 3 =