(ANI Photo)
પંકજ ત્રિપાઠીએ ભારતમાં આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી અગાઉ ચૂંટણી પંચના ‘નેશનલ આઈકન’પદેથી તાજેતરમાં રાજીનામું આપ્યું હતું.
ઓક્ટોબર 2022માં પંચે પંકજ ત્રિપાઠીને આઈકન તરીકે નિયુક્ત કર્યા હતા. આ અંગે ચૂંટણીપંચે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, કે પંકજ ત્રિપાઠી તેમની નવી ફિલ્મમાં રાજકીય નેતા તરીકે જોવા મળશે.
આ સ્થિતિમાં, તેઓ પોતાની ભૂમિકા તથા કરાર મુજબ નેશનલ આઇકોન પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. બિહારમાં કોલેજકાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના સભ્ય રહેલા પંકજે કહ્યું હતું કે, એ સમયે તેમણે ક્યારેય રાજકારણમાં જોડાવાનું વિચાર્યું નહોતું.

LEAVE A REPLY

one × one =