અર્લિગ્ટન, વર્જિનિયામાં 3 ઓગસ્ટ 2021ના રોજ પેન્ટગોનની બહાર માસ ટ્રાન્સિઝ સ્શન ખાતે ગોળીબારની ઘટના બની હતી. ત્રણ વ્યક્તિઓ પર ગોળીબારના અહેવાલ વચ્ચે પેન્ટાગોનમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. (Photo by Chip Somodevilla/Getty Images)

અમેરિકાના સંરક્ષણ વિભાગની ઈમારત પેન્ટાગોનની નજીક એક હુમલામાં એક પોલિસ અધિકારીનું મોત થયું હતું અને બીજા કેટલાંક ઘાયલ થયા હતા. તેનાથી આ બિલ્ડિંગમાં થોડા સમય માટે લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. કોઈને પણ બહાર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

પેન્ટાગોન ફોર્સ પ્રોટેક્શન એજન્સીએ જણાવ્યું હતું કે વર્જિનિયા, એર્લિંગન્ટની નજીક પબ્લિક બસલ સ્ટોપમાં એક અધિકારીનું મોત થયું હતું. કોઇ મોતનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. પેન્ટાગોન પોલીસ ફોર્સના વડા ચીફ વૂડ્રોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કેટલાંક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે એફબીઆઇ આ કેસની તપાસ કરી રહી છે.

રિપોર્ટ મુજબ ટ્રાન્ઝિટ હબમાં ગોળીઓનો અવાજ સંભળાયો છે. પેન્ટાગોન ફોર્સ પ્રોટેક્શન એજન્સીના પ્રવક્તાએ કહ્યું કે, હજુ આ વિસ્તાર સુરક્ષિત નથી અને લોકોને અહીંથી દૂર રહેવું જોઈએ. જો કે તેઓએ શૂટિંગની વાતને કન્ફર્મ કરી નથી અને કોઈ ઘાયલ થવા અંગેની પુષ્ટિ પણ કરી નથી.