(Photo by Buda Mendes/Getty Images)

ભારતીય બોક્સર લવલીના ઉદીયમાનની સેમિફાઈનલમાં હાર થઈ હતી, પરંતુ તે બ્રોન્ઝ મેડલ વિજેતા બની હતી. લવલીના વર્લ્ડ નંબર-1 તુર્કીની બોક્સર બુસેનાઝ સુરમેનેલી સામે હારી જતા ફાઈનલ પહોંચવાની આગેકૂચનો અંત આવ્યો હતો. તે ભારતીય બોક્સરના બેસ્ટ પર્ફોર્મન્સની પહેલાં જ બરાબરી કરી ચૂકી છે. વિજેંદર સિંહ(2008માં) અને એમસી મેરીકોમ(2012માં) સેમી-ફાઈનલ સુધી પહોંચી ચૂક્યા છે.

69 કિલોગ્રામની લવલીનાની તુર્કીની 64 કિલોની ખેલાડી બુસેનાઝ સામે 0-5થી હાર થતા તે ફાઈલનમાં નહીં જઈ શકે. લવલીના જે રીતે અગાઉની મેચ રમી હતી તેના આઘારે તે ફાઈલનમાં પહોંચશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી હતી, પરંતુ વર્લ્ડ નંબર-1 ખેલાડી સામ લવલીનાએ હાર બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લવલીનાને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. મોદીએ લખ્યું છે કે, “લવલીના સારું લડી! તેને બોક્સિંગ રિંગમાં મળેલી સફળતા ઘણાં ભારતીયોને પ્રોત્સાહિત કરનારી છે. તેનું તપ અને દૃઢ નિશ્ચય પ્રશંસનીય છે. બ્રોન્ઝ મેડલ જીતવા બદ ખુબ-ખુબ શુભેચ્છાઓ. ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.” આ સિવાય દેશની અન્ય હસ્તીઓ અને રમત-ગમત સાથે સંકળાયેલા લોકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.