(ANI Photo/Ayush Sharma)

બોલીવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને પતિ રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં તેઓ પ્રથમવાર માતા-પિતા બનશે તેવી જાહેરાત કરી હતી. આ સમાચાર જાણીને તેમના ચાહકો અને મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. પરિણીતી ચોપરાના ચાહકો છેલ્લાં કેટલાંક સમયથી આ બાબતની અટકળો લગાવી રહ્યાં હતાં. અંતે પરિણીતિએ તેની જાહેરાત કરી હતી. પરિણીતી ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર અને એક વીડિયો શેર કર્યાં હતા.

પ્રથમ તસવીર સફેદ રંગની ગોળ કેકની છે, જેમાં બિસ્કિટ કલરના બે નાનાં પગલાં દેખાય છે અને કેકમાં ‘1+1=3’ લખેલું છે. તેણે પતિ રાઘવ ચઢ્ઢા સાથે હાથમાં હાથ નાખીને ચાલતો એક રોમેન્ટિક વીડિયો પણ શેર કર્યો છે.

આ વીડિયોમાં પરિએ કાળા ટાઇટ્સ અને સફેદ સ્નીકર્સ પર સફેદ હૂડી પહેરી છે, જ્યારે રાઘવે ખાખી પેન્ટ પર બેજ રંગના ઘૂંટણ સુધીનો કોટ પહેર્યો છે. તેમણે પોસ્ટનું કેપ્શન આપ્યું, “આપણાં નાનાં બ્રહ્માંડના રસ્તે.. કલ્પના કરતાં પણ વધુ આશીર્વાદ મળ્યા છે..”

પરિણીતીએ આ પોસ્ટ જાહેર કરી કે તરત જ તેને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. અનન્યા પાંડેએ ત્રણ લાલ હાર્ટના ઇમોજી અને 3 હગ ઇમોજી સાથે લખ્યું, “આહ.. અભિનંદન પરી!! પ્રિયંકા ચોપરાએ પણ રેડ હાર્ટના ઇમોજી સાથે લખ્યું, “અભિનંદન”. કેટરિના કૈફ, સોનમ કપૂર, ભૂમિ પેડણેકર, નિમ્રત કૌર, હુમા કુરેશી, નેહા ધૂપિયા સહિતના ઘણા લોકોએ આ દંપતીને હાર્દિક શુભેચ્છાઓ મોકલી. કેટલાક ચાહકોએ એમ પણ લખ્યું, “કપિલ શર્મા શો મૈ હિન્ટ દે હી દિયા થા.”
‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના એપિસોડ દરમિયાન, કપિલ શર્માએ ઘરનું એક રહસ્ય ખોલ્યું કે કેવી રીતે તેની માતા તેની પત્નીના આગમન સાથે સીધા પૌત્રના મૂડમાં આવી ગઈ.

તેને યાદ આવ્યું કે તેની પત્ની, ગિન્નીએ તેની માતાની એક વાત માટે તેની મજાક ઉડાવી હતી. પછી કપિલે રાઘવ અને પરિણીતીને પૂછ્યું કે શું તેમને પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે ? તેની સામે રાઘવ ચઢ્ઢાએ તરત જ જવાબ આપ્યો, “દેંગે આપકો, દેંગે ગુડ ન્યૂઝ જલદી દેંગે”પરિણીતી તેના શબ્દો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે ઉમેર્યું, “દેંગે એટ સમ પોઇન્ટ”.

LEAVE A REPLY