સંસદમાં સરકારને પેગાસસ જાસૂસી મુદ્દે ઘેરવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિપક્ષની બેઠક બોલાવી હતી. (PTI Photo/Vijay Verma)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં મંગળવારે વિરોધ પક્ષોએ સંસદ સુધી સાઈકલ માર્ચ કાઢીને સરકારનો વિરોધ કર્યો હતો. સંસદમાં સરકારને પેગાસસ જાસૂસી મુદ્દે ઘેરવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિપક્ષની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કુલ 14 વિપક્ષી દળ સામેલ થયા હતા. બેઠકની અધ્યક્ષતા રાહુલ ગાંધીએ કરી હતી.
નવી દિલ્હીમાં આ બેઠક બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સાઈકલ સંભાળી અને સંસદ સુધી માર્ચ કાઢી હતી.

કોંગ્રેસના અધીર રંજન ચૌધરી, કાર્તિ ચિદમ્બરમ, ગૌરવ ગોગોઈ સહિત અન્ય નેતા આ માર્ચમાં સામેલ થયા હતા.
રાજદ તરફથી મનોજ ઝા એ પણ સાઈકલ ચલાવી. મનોજ ઝા એ કહ્યુ કે વિપક્ષની સમૂહ બેઠકમાં કેટલાક વિષયો પર ચર્ચા થઈ, સમગ્ર વિપક્ષ એકત્ર છે અને સરકારને ઘેરવા માટે તૈયાર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે વિપક્ષી દળની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં લગભગ 14 રાજકીય દળના નેતા સામેલ થયા જ્યારે આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીએ આ મીટિંગમાં હાજર રહ્યાં ન હતાં.

બેઠકમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે આપણે સૌએ એક થવું પડશે અને ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ અવાજ મજબૂત કરવો પડશે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળના નેતા સંસદમાં પેગાસસ જાસૂસી વિવાદના મુદ્દે સંસદમાં ચર્ચા ઈચ્છે છે.