ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન (ફાઇલ ફોટો Francois Mori/Pool via REUTERS

ફ્રાન્સની સંસદે મંગળવારે વિવાદાસ્પદ ઇમિગ્રેશન બિલને મંજૂરી આપી હતી. પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોનની સરકારે આ બિલને સમર્થન આપ્યું હતું, પરંતુ તેનાથી પાર્ટીમાં બળવો થયો હતો.

નીચલા ગૃહે બહોળી બહુમતીથી આ બિલની તરફેણ કરી હતી શાસક પક્ષને બિલને આગળ ધપાવવા માટે મરીન લે પેનની કટ્ટર-જમણી નેશનલ રેલી (RN)ના સમર્થનની જરૂર પડી ન હતી. આ બિલમાં વિવિધ સુધારા કરીને ઇમિગ્રેશન કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યાં છે. ડાબેરી પક્ષોએ આક્ષેપ કર્યો હતો કે કટ્ટર જમણી વિચારધારાના દબાણ હેઠળ સરકાર આ બિલ લાવી છે.

લી પેને નવા બિલને સમર્થન આપ્યું હતું, પરંતુ મેક્રોનની રેનેસાં પાર્ટી અને સહયોગી પક્ષોએ સંકેત આપ્યો હતો કે તેઓ હવે તેને સમર્થન આપી શકશે નહીં, કેટલાક પ્રધાનોએ રાજીનામું આપવાની ધમકી આપી હોવાના અહેવાલ હતા. ગયા અઠવાડિયે નેશનલ એસેમ્બલીમાં ચર્ચા વગર જણ આ બિલને ઠુકરાવી દેવામાં આવ્યું હતું. તેથી મેક્રોનને મોટો ફટકો પડ્યો હતો.

LEAVE A REPLY

6 − 3 =