યુકેની “કોન્ટેક્ટલેસ” બોર્ડરની ટ્રાયલ્સ શરૂ થઈ ગઈ છે, તેનાથી બ્રિટનના નાગરિકોને દેશમાં આગમન વખતે તેમનો પાસપોર્ટ બતાવવાની જરૂરિયાત દૂર થઈ છે.
ગયા મહિને માન્ચેસ્ટર એરપોર્ટ પર આવેલા મુસાફરો આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રોસેસ થનારા પ્રથમ લોકો હતા. ત્યાં પાસપોર્ટ ચેકની જગ્યાએ ચહેરાની ઓળખ (ફેસિયલ રેકગ્નિશન)નો ઉપયોગ કરે છે. બોર્ડર ફોર્સના ડાયરેક્ટર-જનરલ ફિલ ડગ્લાસે જણાવ્યું હતું કે આ ટ્રાયલે દર્શાવ્યું છે કે પાસપોર્ટ સ્કેનની જરૂરિયાત દૂર કરવાથી પ્રોસેસિંગનો સમય “નોંધપાત્ર રીતે ઘટાડી” શકાય છે.
ડગ્લાસે કહ્યું, “લોકો ઈ-ગેટ પાસે આવે છે, તે તેઓનો રેકોર્ડ [બોર્ડર ફોર્સના] ડેટાબેઝ પર અગાઉથી જ હોય છે, તેના આધારે તેમની તપાસ પૂર્ણ થઈ જાય છે.”
ઓક્ટોબરમાં ત્રણ અઠવાડિયા આ ટ્રાયલ્સ હાથ ધરાઈ હતી અને તે બ્રિટિશ પાસપોર્ટ ધારકો માટે ખુલ્લી હતી. આ ટેક્નોલોજી હાલના ઈ-ગેટ્સમાં ફીટ કરવામાં આવી છે.
તેમણે કહ્યું: “છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરહદ ખરેખર બદલાઈ ગઈ છે અને તે કામ હવે ઝડપી બની રહ્યું છે. લોકોની અપેક્ષાઓ બદલાઈ રહી છે અને પણ ટેક્નોલોજી બદલાઈ રહી છે. હવે અમારી પાસે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ચહેરાની ઓળખ છે, જે વિઝા અને પાસપોર્ટ જેવા ઓળખના વધુ પરંપરાગત સ્વરૂપોની સાથે બાયોમેટ્રિક ઓળખકર્તાઓનો ઉપયોગ કરે છે.”
કોન્ટેક્ટલેસ બોર્ડરની યોજનાઓ ગયા વર્ષે ‘ધ ટાઇમ્સ’માં જાહેર કરાઈ હતી. તે સમયે, ડગ્લાસે કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય એક “સરહદોને બુદ્ધિશાળી” (intelligent border) બનાવવાનો છે જે “હાલના કરતાં ઘણી વધુ ઘર્ષણ રહિત ચહેરાની ઓળખ”નો ઉપયોગ કરે. માન્ચેસ્ટર એરપોર્ટ પરની ટ્રાયલ્સ હાલના ઈ-ગેટ્સ પર કરવામાં આવી હતી, જેમાં સામાન્ય રીતે મુસાફરે તેમની છબી કેપ્ચર થાય તે પહેલાં તેમનો પાસપોર્ટ રીડરમાં દાખલ કરવો પડે છે. જો કોઈ સમસ્યા ન હોય, તો ગેટ આપમેળે ખુલી જાય છે. જે લોકો ઓળખાતા નથી, અથવા જેમને પૂછપરછની જરૂર હોય છે, તેમને બોર્ડર ફોર્સના અધિકારી પાસે મોકલવામાં આવે છે.
ડગ્લાસે કહ્યું કે ટેક્નોલોજી આગળ વધી રહી હોવા છતાં, સરહદની કામગીરી વિશે હજુ પણ “કંઈક મહત્વનું” છે. તેમણે કહ્યું હતું કે જ્યારે એરપોર્ટના બેરિયર પાર કરી રહ્યા હોય ત્યારે “તેમને રોકવામાં આવે અને તે એક ક્ષણ હોય છે જ્યારે તેઓ જાણે છે કે તેમની તપાસ થઈ રહી છે” અને નવી ટેક્નોલોજીએ આ તપાસની લાગણી નાબૂદ કરવાની નથી.
એરપોર્ટ અને પોર્ટ્સ પર ૨૭૦ થી વધુ ઈ-ગેટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે અને ડગ્લાસે કહ્યું કે યુકે તેનો ઉપયોગ વધારવાનું આયોજન કરી રહ્યું છે.
તેમણે કહ્યું, “અમારી પાસે ગેટ્સ માટે નવો કરાર છે અને અમે તેનું વધુ વિસ્તરણ કરવાના છીએ. અમારો ઇરાદો છે કે લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના ઈ-ગેટમાંથી પસાર થશે. માન્ચેસ્ટરના પાયલટે દર્શાવ્યું છે કે અમે વાસ્તવમાં પ્રોસેસિંગનો સમય પણ નોંધપાત્ર રીતે ઘટાડી શકીએ છીએ.”
“કોન્ટેક્ટલેસ ગેટ્સ”ની ટ્રાયલ્સ બ્રિટનની સરહદને વિદેશમાં વિકસાવવામાં આવેલા ગોલ્ડ સ્ટાન્ડર્ડ્સના સ્તરે લાવવા ડિઝાઇન કરાઈ છે. દુબઈ ૫૦ દેશોના લોકો માટે ચહેરાની ઓળખની ક્ષમતા ધરાવે છે, તો અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ આ ટેક્નોલોજીમાં નોંધપાત્ર રોકાણ કરી રહ્યા છે.












