(ANI Photo)

ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના ઉદ્યોગપતિ પતિ રોબર્ટ વાડ્રા વિરુદ્ધ યુકે સ્થિત શસ્ત્ર સલાહકાર સંજય ભંડારી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદ પક્ષની ફરિયાદ નવી દિલ્હી સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટ સમક્ષ દાખલ દાખલ કરાઈ હતી. વાડરા સામે મની લોન્ડરિંગ કેસમાં આ બીજી ચાર્જશીટ છે. જુલાઈમાં હરિયાણામાં જમીન સોદામાં કથિત ગેરરીતિ બદ ઇડીએ તેમની પાસે ચાર્જશીટ દાખલ કરી હતી. 56 વર્ષની વાડરાની ભૂતકાળમાં ભંડારી સંબંધિત કેસમાં ઇડીએ પૂછપરછ કરી હતી.

ભારતે ભંડારીના પ્રત્યાર્પણ માટે અરજી કરી હતી, પરંતુ યુકેની કોર્ટે ફગાવી દીધી હતી. તેને જુલાઈમાં દિલ્હીની એક અદાલતે ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો હતો.63 વર્ષીય શસ્ત્ર સલાહકાર 2016માં દિલ્હીમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ તરત જ લંડન ભાગી ગયા હતા.

EDએ ફેબ્રુઆરી 2017માં ભંડારી અને અન્ય લોકો સામે PMLA હેઠળ ફોજદારી કેસ દાખલ કર્યો હતો, જેમાં 2015ના કાળા નાણાં વિરોધી કાયદા હેઠળ તેમની સામે દાખલ કરાયેલી આવકવેરા વિભાગની ચાર્જશીટને ધ્યાનમાં લેવામાં આવી હતી.

એજન્સીએ અગાઉ કેસમાં બે ચાર્જશીટ દાખલ કરી છે. લંડન સ્થિત એક ઘર સાથે સંબંધિત ભંડારીના વાડ્રા સાથેના સંબંધોની તપાસ ચાલુ છે. વાડ્રાએ લંડનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ મિલકતના માલિક હોવાનો ઇનકાર કર્યો છે.

LEAVE A REPLY