(istockphoto)

વિશ્વની અગ્રણી ફૂડ એન્ડ બેવરેજિસ કંપની પેપ્સિકો ભારતના બજારના ભાવિ અંગે આશાસ્વદ છે અને ઉત્તરપ્રદેશમાં તેના સ્નેક પ્લાન્ટમાં રોકાણ વધારીને 814 કરોડ રૂપિયા કરશે, એમ કંપનીના ઇનડિયા પ્રેસિડન્ટ અહેમદ અલશેખે જણાવ્યું હતું.

કંપની ભારતમાં સ્નેક બિઝનેસની આવક બમણી કરવા પ્રતિબદ્ધ છે. તે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં હાલના ફૂડ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે. કંપનીએ આસામમાં નવો પ્લાન્ટ સ્થાપવાની પણ યોજના બનાવી છે.

અલશેખે જણાવ્યું હતું કે કોરોના વાઇરસને ટૂંકા ગાળાના કેટલાંક અવરોધ છે, પરંતુ અમે ભવિષ્ય અંગે ઘણા આશાવાદી છીએ તથા ફૂડ એન્ડ બેવરેજિસ વિવિધ પ્રોડક્ટ્સ ઓફર કરવા પ્રતિબદ્ધ છે. પેપ્સિકો ઇન્ડિયા ભારતમાં 30 વર્ષના બિઝનેસ બાદ અગ્રણી ફૂડ એન્ડ બેવરેજિસ કંપની બની છે. ઇન્ડિયા પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં અમારા પ્લાન્ટમાં રોકાણને 500 કરોડથી વધારીને 814 કરોડ કરવામાં આવ્યું છે. તેનાથી રોજગારીની 1,500 તકનું સર્જન થશે.