(istockphoto)

એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) 2019-20ના નાણાકીય વર્ષ માટેના 8.5 ટકા વ્યાજનો પ્રથમ હપ્તો દિવાળી સુધીમાં જમા કરાવે તેવી શક્યતા છે તેમ મીડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડે સપ્ટેમ્બરમાં 31 માર્ચ 2020એ પૂરા થતા નાણાકીય વર્ષ માટે બે હપ્તામાં વ્યાજ ચુકવવાનો નિર્ણય કર્યો હતો. 8.5 ટકા વ્યાજ દરને બે ભાગમાં વિભાજિત કરવામાં આવશે. 8.15 ટકા વ્યાજ દિવાળી સુધી ચૂકવવામાં આવશે જ્યારે 0.35 ટકા વ્યાજ ડિસેમ્બર સુધીમાં ચૂકવવામાં આવશે. કોરોના વાઇરસ મહામારીને કારણે રિટાયરમેન્ટ ફંડ બોડીને માર્ચ મહિનામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

જો સભ્યોનો યુએએન નંબર ઇપીએફઓ સાથે રજિસ્ટ્રર્ડ હશે તો સભ્યોને ટેક્સ્ટ મેસેજ મારફત પીએફ બેલેન્સની જાણકારી મળી શકશે. સભ્યોએ તેમના એકાઉન્ટની વિગત જાણવા માટે 7738299899 નંબર પર EPFOHO મેસેજ સેન્ડ કરવાનો રહેશે.

આ અગાઉ શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ-19ની પરિસિૃથતિને ધ્યાનમાં રાખી ઇપીએફઓના વ્યાજ દરની સમીક્ષા માટે બેઠક બોલાવવામાં આવી હતી પણ આ બેઠકમાં અગાઉ કરાયેલી જાહેરાત મુજબ વ્યાજ દર 8.5 ટકા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ અગાઉ ઇપીએફઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 8.50 ટકાના વ્યાજમાં 8.15 ટકા વ્યાજ ડેબ્ટ ઇનકમમાંથી મળશે જ્યારે 0.35 ટરા રકમ ઇટીએફના વેચાણથી મેળવવામાં આવશે.