Massive increase in petrol-diesel prices by 35 rupees per liter in Pakistan

પેટ્રોલ ડિઝલના ભાવમાં વિક્રમજનક વધારાને પગલે ઇંધણની માગને પણ નેગેટિવ અસર થઈ છે. દેશમાં એપ્રિલના પ્રથમ 15 દિવસમાં પેટ્રોલના વેચાણમાં અગાઉના મહિનાના સમાન ગાળાની સરખામણીમાં 10 ટકા અને ડીઝલના વેચાણમાં 15.6 ટકાનો ધરખમ ઘટાડો થયો છે.

મહામારીના સમયગાળા દરમિયાન પણ જેના વેચાણમાં સતત વધારો થયો હતો તે રાંઘણ ગેસ એલપીજીના વપરાશમાં પણ આ સમયગાળામાં 1.7 ટકાનો ઘટાડો થયો છે.
ઉત્તરપ્રદેશ સહિતના પાંચ વર્ષમાં વિધાનસભાની ચૂંટણીને કારણે પેટ્રો પેદાશોના ભાવને 137 દિવસ સુધી સ્થિર રાખવામાં આવ્યા હતા. આ પછી સરકાર માલિકીની પેટ્રોલિયમ કંપનીઓએ 22 માર્ચથી ભાવવધારાની શરૂઆત કરી હતી. આ સમયગાળામાં ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં બેરલ દીઠ 30 ડોલરનો વધારો થયો હતો.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 22 માર્ચથી 6 એપ્રિલ સુધીમાં લીટર દીઠ રૂ.10નો ધરખમ વધારો થયો હતો, જે બે દાયકા પહેલા ઇંધણના ભાવને અંકુશમુક્ત કરવામાં આવ્યા બાદ 16 દિવસના સમયગાળામાં થયેલો સૌથી મોટો વધારો છે.

સરકારે 22 માર્ચે રાંધણ ગેસના ભાવ પણ સિલિન્ડર દીઠ રૂ.50 વધારીને રૂ.949.50 કર્યા છે, જે રાંધણ ગેસના અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ છે. વિમાનના ઇંધણના ભાવ પણ કિલોલીટર દીઠ રૂ.1,13,202.33ના અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે છે. એપ્રિલના પ્રથમ 15 દિવસમાં જેટ ફ્યુઅલના વેચાણમાં પણ 20.5 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે.  બજારમાં આશરે 90 ટકા હિસ્સો ધરાવતો જાહેર ક્ષેત્રની કંપનીઓએ એપ્રિલના પ્રથમ 15 દિવસમાં 11.2 લાખ ટન ઇંધણનું વેચાણ કર્યું હતું, જે અગાઉના મહિનાના સમાન ગાળામાં 12.4 લાખ ટન હતી.

ભારતમાં એટીએફના ભાવ નવી ઊંચાઈએ

વિમાનના ઇંધણના ભાવમાં આ વર્ષ સતત આઠમી વખત વધારો થયો છે. જેટ ફ્યુઅલના ભાવમાં શનિવારે 0.2 ટકાનો વધારો થયો હતો, જેનાથી ભાવ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. દિલ્હીમાં એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવ શનિવારે કિલોલીટર દીઠ રૂ.277.5 વધીને રૂ.1,13,202.33 થયા હતા. જોકે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 10મા દિવસે સ્થિર રહ્યાં હતા.