રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટી (આરપીએસ) અને એનએચએસ ઇંગ્લેન્ડ ભારત જેવા દેશોમાં કામ કરતા ફાર્મસી સાથીદારો સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવા માટે જોડાયા છે અને કોવિડ -19 રોગચાળા સામેની લડાઇમાં તેમનું સમર્થન કર્યું હતું.

આરપીએસ અને એનએચએસ ભારતના બ્રિટીશ હાઇ કમિશન દ્વારા યુકે સરકાર સાથે અને ભારતીય ફાર્માસ્યુટિકલ એસોસિએશન, કોમનવેલ્થ ફાર્મસી એસોસિએશન અને ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશન (એફઆઈપી)ના સાથીદારો તથા દર્દીઓને મદદ કરવા માટે યોગ્ય માહિતી મળી રહે તે માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

બંને સંસ્થાઓએ જણાવ્યું હતું કે તેઓ ક્લિનિશિયન અને દર્દીઓના લાભ માટે સંસાધનો અને અનુભવ શેર કરી રહ્યા છે, જેમાં સર્જરી હોસ્પિટલો અને કર્મચારીઓ વિશેની કુશળતા, ક્લિનિકલ માર્ગો વિશે સલાહ, ઓક્સિજન મેનેજમેન્ટ, દવાઓની તંગી, ફાર્મસી વર્કફોર્સ, અને કોવિડ રસીકરણ કાર્યક્રમનું આયોજન અને ડિલિવરી મુખ્ય છે.

ઇંગ્લેન્ડના આરપીએસના ડિરેક્ટર, રવિ શર્માએ જણાવ્યું હતું કે, “વિશ્વભરના દેશોમાં ચાલી રહેલ કોવિડ કટોકટી ખરેખર દુ:ખદાયક છે. અમારી લાગણી અમારા સાથી હેલ્થકેર વર્કફોર્સ સાથે છે જેઓ કોવિડ-19 સામે લડત ચાલુ રાખે છે. આરપીએસ આ મુશ્કેલ સમય દરમિયાન યુકે અને સમગ્ર વિશ્વમાં ફાર્મસી ટીમોને ટેકો આપવા માટે અહીં છે, અને અમે રોગચાળા સામે લડતી તમામ ફાર્મસી ટીમો સાથે એક થયા છીએ અને એનએચએસ સાથે સહયોગથી કામ કરવામાં આનંદ થયો છે.”

એનએચએસ ઇંગ્લેન્ડ અને ઇમ્પ્રૂવમેન્ટના ચીફ પીપલ ઓફિસર પ્રેરણા ઇસારે ઉમેર્યું હતું કે  “રોગચાળાએ બતાવ્યું છે કે આપણી આરોગ્યસંભાળની વ્યવસ્થા કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલ છે અને એનએચએસના નેતાઓએ ભારતને તેમની ક્લિનિકલ પ્રોયોરીટી માટે  ઝડપથી દૂરથી ટેકો પૂરો પાડ્યો છે. આ પ્રોગ્રામને ટેકો આપવા માટે રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટી સહિત એનએચએસના સાથીદારોનો આભાર માનું છું.’’

ભારતમાં કાર્યકારી બ્રિટીશ હાઈ કમિશનર, જાન થોમ્પ્સને જણાવ્યું હતું કે, “કોવિડ-19 સામેની લડતમાં યુકે અને ભારત મજબૂત ભાગીદારો રહ્યા છે અને અમારા સંબંધિત વડા પ્રધાનો, સાથે કામ કરવાની અમારી મહત્વાકાંક્ષી યોજનાઓમાં આરોગ્યને પ્રાધાન્ય આપવા સંમત થયા છે. મને આનંદ છે કે આપણે કોવિડ-19 રોગચાળામાંથી વધુ સારી રીતે બહાર આવીશું.”