What is 'Operation London Bridge'?

કેન્ટરબરીના આર્કબિશપ જસ્ટિન વેલ્બી, આર્કબિશપ ઓફ વેસ્ટમિન્સ્ટર કાર્ડિનલ વિન્સેન્ટ નિકોલ્સ, મુખ્ય રબ્બી એફ્રાઈમ મિર્વિસ સહિત બ્રિટનના ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમ, હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, બહાઈ ધર્મના નેતાઓ મહરાણીની પ્રશંસા માટે એક થયા હતા અને પ્લેટિનમ જ્યુબિલી બીકન્સ માટે મજબૂત સમર્થન જાહેર કરી સમુદાયોને તેમાં ભાગ લેવા વિનંતી કરી છે. તેમણે મહારાણીને શાસનના સિત્તેર વર્ષ પૂરા કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

શાહી ઉજવણીઓને ચિહ્નિત કરવા માટે સમગ્ર યુકે અને કોમનવેલ્થમાં 1,500 પ્લેટિનમ જ્યુબિલી બીકન્સ લાઇટિંગ ચાર દિવસીય જ્યુબિલી વીકએન્ડની પ્રથમ સાંજે ગુરુવાર તા. 2 જૂન 2022ના રોજ પ્રગટાવવામાં આવશે.

કેન્ટરબરીના આર્કબિશપ, મોસ્ટ રેવરન્ડ જસ્ટિન વેલ્બીએ કહ્યું હતું કે ‘આ એક અદ્ભુત ઉજવણીની ક્ષણ હશે. દેશ અને કોમનવેલ્થ માટે મહારાણીની ઐતિહાસિક સેવાના 70 વર્ષની સાચા અર્થમાં ઉજવણી કરવાની, મિત્રતાની અને સમુદાયનું નિર્માણ કરવાની તક છે.’’

યુકે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ માટે ઇન્ટરફેથ નેટવર્ક બોર્ડ વતી રેવરન્ડ કેનન હિલેરી બાર્બર અને શ્રી નરેન્દ્ર વાઘેલા, કો-ચેરએ જણાવ્યું હતું કે ‘’યુકે માટે ઇન્ટર ફેઇથ નેટવર્કના ટ્રસ્ટીઓ વતી અમને ધ પ્લેટિનમ જ્યુબિલી બીકોન્સ પ્રોગ્રામ માટે અમારો ઉષ્માભર્યો ટેકો ઓફર કરતા આનંદ થાય છે. સેવા એ તમામ ફેઇથ પરંપરાઓમાં મુખ્ય મૂલ્ય છે અને સમગ્ર યુકેમાં ફેઇથ સમુદાયો અન્યોની સેવા કરવા મિત્રતાની ભાવનાથી ઘણા સંદર્ભોમાં એક સાથે આવે છે.’’

પ્લેટિનમ જ્યુબિલી બીકન્સને સમર્થન આપનાર અન્ય ફેઇથ નેતાઓમાં લંડનના બિશપ ડેમ સારાહ મુલાલી, ડીબીઈ; વેલ્સના આર્કબિશપ એન્ડ્રુ જ્હોન; ચર્ચીસ ટૂગેધર ઇંગ્લેન્ડના જનરલ સેક્રેટરી ડૉ. પોલ ગુડલિફ; મેરી વેન ડેર ઝીલ; વિશાખા દાસી, ભક્તિવેદાંત મનોરના પ્રમુખ, રજનીશ કશ્યપ, જનરલ સેક્રેટરી, હિંદુ કાઉન્સિલ યુકે; તૃપ્તિ પટેલ, પ્રમુખ, હિંદુ ફોરમ ઓફ બ્રિટન; ડૉ. નટુભાઈ શાહ MBE, જૈન નેટવર્કના સ્થાપક અધ્યક્ષ/CEO; ફેઇથ ઇન લીડરશીપના ડિરેક્ટર, ક્રિશ રાવલ; OBE લોર્ડ સિંઘ ઓફ વિમ્બલ્ડન, નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઈઝેશન યુકેના ડાયરેક્ટર; જસવીર સિંઘ OBE, સિટી શીખ્સના અધ્યક્ષ; ઇમામ સૈયદ અલી અબ્બાસ રઝાવી, મુખ્ય ઇમામ, ડાયરેક્ટર જનરલ, સ્કોટિશ અહલુલ બાયત સોસાયટી; મસ્જિદો અને ઈમામ રાષ્ટ્રીય સલાહકાર બોર્ડના અધ્યક્ષ ઈમામ કારી અસીમ, લંડન બૌદ્ધ વિહારના મુખ્ય પૂજારી સીલાવીમાલા, અજાહન અમરો, મઠાધિપતિ, અમરાવતી બૌદ્ધ મઠ, માલ્કમ એમ. ડેબૂ, ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ ઓફ યુરોપ (ZTFE) ના પ્રમુખનો સમાવેશ થાય છે.