istockphoto

ભારતની સુપ્રીમ કોર્ટે લૉકડાઉન દરમિયાન કેન્સલ થયેલી ટિકિટનું રિફંડ તાત્કાલિક આપવાનો આદેશ એરલાઈન્સને આપ્યો છે. કોર્ટે કહ્યુ કે લૉકડાઉન દરમિયાન મુસાફરીની એર ટિકિટ હતી તેનું રિફંડ તાત્કાલિક આપો. જો લોકડાઉન બાદની મુસાફરી માટે ટિકિટ કેન્સલ કરાવવામાં આવી હોય તો પણ તેમના રૂપિયા ત્રણ અઠવાડિયાની અંદર પાછા આપવા જોઈએ. સુપ્રીમ કોર્ટે ડીજીસીએ દ્વારા ક્રેડિટ સેલના માધ્યમથી એરલાઈન્સ દ્વારા લોકડાઉન દરમિયાન રદ કરવામાં આવેલી ઉડાન પર યાત્રીઓને ટિકિટના રિફંડના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ છે કે ટિકિટ જો એજન્ટે વેચી છે તો એર ટિકિટ માટે રિફંડ શેલ પણ એજન્ટના માધ્યમથી જ ઉપયોગ થવો જોઈએ.