Adani dispute: Govt agrees to form committee for shareholders
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (istockphoto.com)

શહેરી વિસ્તારમાં રાજકીય નેતાઓ તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયધીશો માટે જમીન ફાળવણીમાં મુનસફીના ક્વોટા બંધ કરવા એક કાયદો ઘડવો જોઇએ, એમ એટર્ની જનરલ કે કે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું.

દેશભરમાં રાજકીય નેતાઓ, અમલદારો, પત્રકારો અને ઘણીવાર ન્યાયધીશો સભ્ય હોય તેવી હાઉસિંગ સોસાયટી માટે સરકારની જમીનની ફાળવણી અંગેની ગાઇડલાઇન રજૂ કરવાના સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશના જવાબમાં દેશના ટોચના કાયદા અધિકારીએ આ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે માત્ર સંબંધિત શહેરી વિસ્તારમાં જન્મેલા અથવા કાયમી વસવાટ કરતાં હોય તેવા ભારતના નાગરિકોને જ મુનસફીના ધોરણે જમીન ફાળવણી માટે લાયક ગણવા જોઇએ. જમીનની ફાળવણી માટે પાત્રતા ધરાવતા લોકો અને કેટેગરીની વ્યાખ્યા કાયદામાં સ્પષ્ટ અને વિગતવાર હોવી જોઇએ, જેનાથી અધિકારીઓ એક નોટિફિકેશન જારી કરીને નવી કેટેગરીનો ઉમેરો ન કરી શકે.

જોકે વેણુગોપાલે સૂચન કર્યું હતું કે જરૂરિયાતમંદ અને ગરીબો માટે મુનસફીના ધોરણે જમીન ફાળવણીની નીતિ ચાલુ રાખવી જોઇએ. બીજી તમામ કેટેગરી માટે બજારભાવ મુજબ જમીનનો ભાવ વસૂલ કરવો જોઇએ તથા મકાનના બાંધકામનો વાસ્તવિક ખર્ચ સંબંધિત સરકારે નિર્ધારિત કરવો જોઇએ. રાજ્ય વિધાનસભાઓમાં કાયદેસર રીતે પસાર કરવામાં આવેલા કાયદા મુજબ જમીનની ફાળવણી કરવી જોઇએ. સરકાર કે અધિકારીઓએ જારી કરેલા નિયમો કે ગાઇડલાઇન મુજબ આવી ફાળવણી કરવી જોઇએ નહીં.

સુપ્રીમ કોર્ટે અગાઉ 8 ફેબ્રુઆરીએ દેશભરમાં હાઉસિંગ સોસાયટીને જમીન ફાળવણીનું નિયમન કરવા ગાઇડલાઇન રજૂ કરવાની એટર્ની જનરલને સૂચના આપી હતી. સુપ્રીમ કોર્ટે આવી જમીન ફાળવણી માટે દેશભરમાં એક નીતિ રાખવાની શક્યતા ચકાવવા માટે પણ સૂચન કર્યું હતું.

આંધ્રપ્રદેશે 2010માં કરેલી એક અરજીની સુનાવણી દરમિયાન આ મુદ્દો ઊભો થયો હતો. 2010માં હૈદરાબાદ હાઇકોર્ટે હાઉસિંગ સોસાયટીને રેસિડેન્શિયલ પ્લોટની ફાળવણીના સરકારના વિવિધ આદેશોને રદ કરી દીધી હતી. આ આદેશને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો.