ઇંગ્લેન્ડ અને વેલ્સની પોલીસ સ્ટોપ એન્ડ સર્ચ અને બળના ઉપયોગમાં વંશીય લઘુમતીઓ સાથે જાતિગત ભેદભાવ રાખે છે કે નહીં તે બાબતે ઇન્કવાયરીનો સામનો કરી રહી છે.

ઇન્ડીપેન્ડન્ટ ઑફિસ ફોર પોલીસ કન્ડક્ટ (IOPC) કહે છે કે ‘’અમારી ઑપચારિક શક્તિઓનો ઉપયોગ કેસની તપાસ માટે કરીશુ અને પછી જોઇશું કે જાતિગત ભેદભાવની કોઈ પેટર્ન અસ્તિત્વમાં છે કે નહીં. અમે પોલીસિંગ પ્રથામાં વાસ્તવિક પરિવર્તન લાવી શકીએ છે”.

કેમેરામાં પકડાયેલા શ્રેણીબદ્ધ હાઇ-પ્રોફાઇલ કેસોની શ્રેણી પછી પોલીસના સ્ટોપ એન્ડ સર્ચના ઉપયોગને યોગ્ય ઠેરવવા પોલીસ દળો દબાણ હેઠળ છે. ગયા વિકેન્ડમાં વેસ્ટ લંડનમાં પોલીસ અધિકારીઓએ બ્રિટિશ એથ્લેટ બિઆન્કા વિલિયમ્સ અને તેના સાથીને અટકાવી, સર્ચ કરી હથકડી લગાવતા થયેલી પરેશાની બદલ મેટ પોલીસ કમિશનર, ક્રેસિડા ડિકે બુધવારે માફી માગી હતી.

કેટલાક આંકડા બતાવે છે કે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ સત્તાનો ઉપયોગ શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય (BAME) લોકો સામે અપ્રમાણસર કરવામાં આવે છે. શ્યામ લોકો સામે સ્ટોપ એન્ડ સર્ચ નવ ગણી વખત ટીઝરનો ઉપયોગ આઠ ગણો વધારે કરવામાં આવે છે.