ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને અભિનેત્રી પુત્રી પૂજા ભટ્ટ (Photo by RIZWAN TABASSUM/AFP via Getty Images)

અભિનેતામાંથી નેતા બનેલા સન્ની દેઓલ માટે તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે, તેણે આર. બાલ્કીની એક સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ સ્વીકારી છે. જોકે, હવે આ ફિલ્મ અંગે નવા સમાચાર પણ મળ્યા છે.

કહેવાય છે કે આ ફિલ્મમાં પૂજા ભટ્ટ પણ જોડાશે. આ ફિલ્મમાં દુલકર સલમાન પણ કામ કરી રહ્યો છે.પૂજા ભટ્ટ લાંબા સમય પછી અભિનય ક્ષેત્રે સક્રિય થઇ છે. તે એક વેબ સીરીઝમાં પણ દમદાર રોલમાં જોવા મળી હતી. જાણીતા ટ્રેડ એકસ્પર્ટે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, આ ફિલ્મમાં હવે પૂજા ભટ્ટ પણ મહત્વની ભૂમિકામાં દેખાશે. તેણે ટ્વીટ કર્યું હતું કે, આર. બાલ્કીની નવી ફિલ્માં સની દેઓલ અને દુલકર સલમાન સાથે હવે પૂજા ભટ્ટની પણ એન્ટ્રી થઇ છે. આ ઉપરાંત શ્રેયા ધન્વંતરી પણ મહત્વની ભૂમિમાં જોવા મળશે. ફિલ્મનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.
આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી-2022માં શરૂ થાય તેવી સંભાવના છે. સની દેઓલે પોતાની કારકિર્દીમાં મોટા ભાગે એકશન ફિલ્મો કરી છે. પરંતુ હવે લાગે છે કે, તે નવા અનુભવો અને જુદા પાત્રો ભજવવા ઇચ્છે છે. સની દેઓલ આ ફિલ્મ સિવાય અનિલ શર્મા સાથે અપને ટુ પણ કરવાનો છે. જેમાં દેઓલ પરિવારની ત્રણ પેઢી એક સાથે જોવા મળશે.