(ANI Photo)

બિગ બોસ 5 ફેમ પૂજા મિશ્રાએ બોલિવૂડ પીઢ એક્ટર શત્રુઘ્ન સિન્હા અને તેમના પરિવાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. પૂજા મિશ્રાએ તાજેતરમાં મડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સિન્હા પરિવારે તેની સાથે ‘સેક્સ સ્કેમ’ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેને કહ્યું હતું કે, તેઓ તેને બેભાન કરીને ટ્રેડ કરતા હતા અને તેની વર્જિનિટી વેચીને જ દીકરી સોનાક્ષીને સ્ટાર બનાવી છે. પૂજા મિશ્રાનું કહેવું હતું કે, તેણે 17 વર્ષ સુધી આ સહન કર્યું છે અને જો કોઈ તેની જગ્યાએ હોત તો અવળું પગલું ભરી લેતું હોત. જોકે શત્રૃધ્ન સિંહાના પુત્રે આ તમામ આક્ષેપોને નકારી કાઢીને જણાવ્યું હતું કે આ મહિલાને પ્રોફેશનલ હેલ્પની જરૂર છે.

પૂજા મિશ્રાએ કહ્યું હતું કે, ‘બોલિવુડના એક પરિવારે ન માત્ર મારું કરિયર પરંતુ પર્સનલ અને ફાયનાન્શિયલી બર્બાદ કરી દીધી. હું વાત કરી રહું છું શત્રુઘ્ન સિન્હાની. જે મારા પિતાના સારા મિત્ર હતા. મારા પિતા ઈનકમ ટેક્સ કમિશનર હતા. તેમણે શત્રુઘ્ન સિન્હા અને પૂરા ફ્રેન્ડ સર્કલને 100-100 કરોડ રૂપિયાની ફેવર કરી હતી. બે દશકા થઈ ગયા પરંતુ આ પરિવાર મારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે. જ્યારે મારા પિતા મુંબઈમાં નોકરી કરતા હતા ત્યારે પૂનમ સિન્હાએ તેમનું બ્રેન વોશ કર્યું હતું. કહ્યું હતું કે, બોલિવુડમાં માત્ર પ્રોસ્ટિટ્યૂટ જ કામ કરે છે’.

પૂજા મિશ્રાએ કહ્યું હતું કે, શત્રુઘ્ન સિન્હાના કારણે જ તેના લગ્ન થઈ શક્યા નથી. ‘જ્યારે દબંગ 3 બની રહી હતી ત્યારે મને લેવાની વાત ચાલી રહી હતી. પરંતુ આ લોકોએ પોલિટિક્સ શરૂ કરી દીધું. તેમણે મને બળજબરીથી છ મહિના માટે રીહેબમાં મોકલી દીધી હતી.