Seema Misra (Image Credit Sky News)

સરેમાં પોસ્ટ ઓફિસ ચલાવતા અને એકાઉન્ટિંગ કૌભાંડનો ભોગ બનેલા ગર્ભવતી મહિલા પોસ્ટમિસ્ટ્રેસ સીમા મિશ્રાને 2010માં ચોરીના આરોપમાં “ભારતીય/પાકિસ્તાની પ્રકારો . . . એટલે કે એશિયન, વગેરે” વર્ગીકરણ પછી પ્રોસિક્યુશન દસ્તાવેજોના આધારે 15 મહિના માટે ખોટી રીતે જેલમાં ધકેલવામાં આવ્યા હતા.

પરંતુ હકીકતમાં £74,000 હોરાઇઝન નામના એકાઉન્ટિંગ સોફ્ટવેરની ભૂલોને કારણે ગુમ થયા હોવાનું જણાયું હતું. 700થી વધુ પોસ્ટમાસ્ટર્સ, પોસ્ટમિસ્ટ્રેસ સ્થાનિક શાખાઓના માલિકો-મેનેજરોને હોરાઇઝનના ડેટાના આધારે ચોરી, છેતરપિંડી અને ખોટા એકાઉન્ટિંગ જેવા ગુનાઓ માટે દંડિત કરાયા હતા. ગિલ્ડફર્ડ ક્રાઉન કોર્ટમાં તેણીને દોષિત ઠેરવ્યા પછી, પોસ્ટ ઓફિસના વરિષ્ઠ વકીલે ઉજવણી કરી હતી.

2008ના પોસ્ટ ઓફિસની છેતરપિંડી અંગે ગયા અઠવાડિયે પ્રકાશિત કરાયેલ સત્તાવાર માર્ગદર્શિકામાં પોસ્ટ ઓફિસના સ્ટાફના જાતિ અને કલરના આઘારે વંશીય રીતે વર્ગીકૃત કરાયા હતા. જેમાં મિશ્રાને ભારતીય પાકિસ્તાનીનો એશિયન કોડ અપાયો હતો. જે આ 2014 સુધી ઉપયોગમાં લેવાયો હતો.

પોસ્ટ ઓફિસે જણાવ્યું હતું કે માર્ગદર્શિકામાં ઉપયોગમાં લેવાતા શબ્દો જાતિવાદી અને અસ્વીકાર્ય હતા અને તેમણે માફી માંગી આંતરિક તપાસનો આદેશ આપ્યો હતો.

મિશ્રાએ કહ્યું હતું કે “મને જેલમાં ધકેલી દેવાયા બાદ તપાસ કરનાર મારી જાતિના આધારે નિર્ણય લઈ રહ્યો હતો. તે પ્રક્રિયાનો દુરુપયોગ હતો. હું ચોક્કસપણે માનું છું કે પોસ્ટ ઓફિસ સંસ્થાકીય રીતે જાતિવાદી હતી.’’

તેણીના બેરિસ્ટર, પોલ માર્શલે કહ્યું હતું કે “હું અવાચક થઇ ગયો છું કે પોસ્ટ ઓફિસ 2010માં આ પ્રકારની નીતિઓ અપનાવી શકે છે. એક સંસ્થા તરીકે પોસ્ટ ઓફિસમાં ગહન સમસ્યાઓનું સૂચન કરે છે. તે નેતૃત્વ, અને નૈતિક અને નૈતિક સિદ્ધાંતોનો સંપૂર્ણ અભાવ સૂચવે છે.”

એક વ્હિસલબ્લોઅરે કો કહ્યું હતું કે “આખા ફ્લોર પર બૂમો સંભળાઈ શકે તે રીતે કહ્યું હતું કે ‘મારી પાસે છેતરપિંડી કરનાર ફરી એક પટેલ આવ્યો છે’. તેમણે દરેક એશિયન પોસ્ટમાસ્ટર પર અવિશ્વાસ કર્યો હતો. અત્યાર સુધીમાં 700 માંથી 85 ખોટી રીતે કાર્યવાહી કરાયેલ પોસ્ટમાસ્ટર્સની સજા રદ કરાઇ છે. એપ્રિલ 2021માં, અપીલ કોર્ટે મિશ્રા સહિત 39ની સજા રદ કરી હતી.

ત્રણ જજની પેનલે ચુકાદો આપ્યો હતો કે “ત્યાં તપાસ અને જાહેરાતની નિષ્ફળતાઓ હતી”

LEAVE A REPLY

four + six =