મોદી
(PTI Photo/Kunal Patil)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 8 ઓક્ટોબરે અત્યાધુનિક નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટથી મુંબઈ, પુણે અને કોંકણ વિસ્તાર માટે વેપાર અને પર્યટનને વેગ મળવાની ધારણા છે.

પ્રધાનમંત્રી મોદીને ઔપચારિક ઉદ્ઘાટન કરતા પહેલા એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન પ્રધાન કિંજરાપુ રામમોહન નાયડુ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હાજર રહ્યાં હતાં.

૧૯,૬૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ એરપોર્ટ શરૂઆતમાં દર વર્ષે ૨ કરોડ મુસાફરોને હેન્ડલ કરે તેવી અપેક્ષા છે. તે ફક્ત સરળ મુસાફરીની ખાતરી કરશે અને પુણેના ઉદ્યોગોને વૈશ્વિક બજારોમાં સીધી પહોંચ પણ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ્સ સંપૂર્ણ પૂરો થયા પછી એરપોર્ટ 90 મિલિયન મુસાફરોને સેવા આપશે અને દર વર્ષે 3.2 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરશે.

આ એરપોર્ટનું નિર્માણ અદાણી ગ્રુપની કંપની મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ અને સિડકો (સિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર લિમિટેડ)એ જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ કર્યું છે. ઉદ્ઘાટન પહેલા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ પ્રોજેક્ટ પાછળના સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી હતી.

૩,૭૦૦ મીટરના રનવે સાથેનો દેશનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે કામ કરશે.મુંબઈ મેટ્રોપોલિટન રિજન માટેનું આ બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભીડ હળવી કરશે તથા મુંબઈને લંડન, ટોક્યો અને ન્યુ યોર્ક જેવા મલ્ટી-એરપોર્ટ સિસ્ટમ ધરાવતા શહેરોની કેટેગરીમાં લાવશે. ઇન્ડિગો, અકાસા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસ જેવી એરલાઇન્સે પહેલાથી જ કામગીરી શરૂ કરવાની યોજના જાહેર કરી દીધી છે, જેમાં વિવિધ સ્થાનિક શહેરોને જોડતી પ્રારંભિક ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY