ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટેની વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES)નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, પહેલી મેએ ઉદ્ઘાટન કર્યું હતું. (ANI Photo)

ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટેની વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES)નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, પહેલી મેએ ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસ સુધી ચાલશે. તે વિશ્વભરના ક્રિએટિવ લોકો, ઇન્વેસ્ટર, સ્ટાર્ટઅપ્સ અને ટેક્નોલૉજી સાથે જોડાયેલા ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે.

WAVES સમિટના ઉદ્ઘાટનમાં સમારંભમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, સૈફ અલી ખાન, શાહિદ કપૂર, મીરા રાજપૂત, હેમામાલિની અને અન્ય સેલિબ્રિટીઓ હાજર રહેતા ગ્લેમરનો માહોલ છવાઈ ગયો હતો.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે WAVESનો અર્થ છે કે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઇનમેન્ટ સમિટ. ‘WAVES એ ફક્ત એક ટૂંકું નામ નથી. તે ખરેખર એક લહેર છે. સંસ્કૃતિ, ક્રિએટિવિટી અને દુનિયાને જોડનારી એક લહેર છે. આ લહેર પર ફિલ્મો, સંગીત, ગેમિંગ, નવીનતા અને વાર્તા કહેવાની છે. આજે 100થી વધુ દેશોના કલાકારો, નવીનતાઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ અહીં એક છત નીચે ભેગા થયા છે. અમે પ્રતિભા અને રચનાત્મકતાના વૈશ્વિક ઈકોસિસ્ટમનો પાયો નાખી રહ્યા છીએ.

અભિનેતા શાહરૂખ ખાને મહેમાનોનું સ્વાગત કરીને શરૂઆત કરી હતી. અનુપમ ખેર, હેમા માલિની, મોહનલાલ, રજનીકાંત, કાર્તિક આર્યન, એસ.એસ. રાજામૌલી અને અનિલ કપૂર જેવા ફિલ્મ હસ્તીઓએ ટૂંકા ભાષણો આપ્યા હતા અને ભારતીય પ્રતિભા માટે વૈશ્વિક પ્લેટફોર્મ બનાવવાના વડાપ્રધાનના વિઝનની પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY