(ANI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તિરુમાલા ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ ચોથી વખત છે, જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે આ હિલ ટેમ્પલની મુલાકાત લીધી હતી.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના પૂજારીઓ અને અધિકારીઓએ મંદિરના મહાદ્વારમ (મુખ્ય પ્રવેશદ્વાર) ખાતે વડાપ્રધાનનું પરંપરાગત સ્વાગત કર્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં લઈ જવામાં આવ્યા પછી મોદીએ  ભગવાન વેંકટેશ્વરની પૂજા કરી હતી. રંગનાયકુલા મંડપમ ખાતે વેદના પંડિતોએ વડા પ્રધાનને વેદશિર્વચનમ પ્રસ્તુત કર્યું હતું અને મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

TTD ચેરમેન અને EO એ PM ને ​​ભગવાન બાલાજીનું ચિત્ર સ્મૃતિ ચિહ્ન, TTD કોફી ટેબલ બુક અને 2024નું નવા વર્ષ કેલેન્ડર્સ અને ડાયરીઓને ભેટ આપી હતી.

નરેન્દ્ર મોદીએ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું હતું કે “તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.” બે દિવસીય તિરુપતિ પ્રવાસને સમાપ્ત કરીને, વડાપ્રધાન તિરુપતિ એરપોર્ટથી પડોશી રાજ્ય તેલંગાણા ગયા હતા.

ઉલ્લેખનીય છે કે 30 નવેમ્બરે તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે. તેલંગાણાથી પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યુ છે. આ ચારેય રાજ્યોની ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે. તેલંગાણામાં આજે પીએમ મોદી સિવાય ગૃહમંત્રી અમિત શાહના પણ ઘણા ચૂંટણી પ્રવાસ છે.

 

LEAVE A REPLY

fifteen − 12 =