દુકાનદારો સામેના ગુનાઓ ‘સહન નહીં થાય’ : પ્રીતિ પટેલ

0
451
Home Secretary, Priti Patel
Home Secretary, Priti Patel (Photo by Christopher Furlong/Getty Images)

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે ‘’એક દુકાનદારની પુત્રી તરીકે, હું જાણું છું કે દુકાનદારો આપણા સમુદાયોમાં કેવી મહત્વની ભૂમિકા ભજવે છે અને તેમણે કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન અવિરતપણે કાર્ય કર્યું છે. તે જોતાં દુકાનદારો સામેનો દુરવ્યવહાર અને હિંસા સહન નહીં કરે.’’ તેમણે કડક કાર્યવાહી કરવાનું વચન આપતાં ખાતરી આપી હતી કે જે લોકો આ ગુના કરે છે તેમને પકડીને  શિક્ષા કરવામાં આવશે.”

હોમ ઓફિસને પુરાવા અને રજૂઆત કરવા માટે 12 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં 3,500 વ્યક્તિઓ, વ્યવસાયો અને સંસ્થાઓ તરફથી પ્રતિસાદ મળ્યો હતો. તેમાંના મોટાભાગના લોકોએ દુકાનના કર્મચારીઓ પ્રત્યે દુર્વ્યવહાર કરવામાં વધારો નોંધાયો હોવાનું જણાવ્યું હતું અને નોંધપાત્ર સંખ્યામાં તેમણે આ ઘટનાની જાણ કરી નહતી.

હોમ ઑફિસે કહ્યું હતું કે ‘’તેના તાજેતરના આ પગલાં પીડિતોને ટેકો આપવા અને ગુનેગારોને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યા છે. જેમાં આવા ગુનાઓની જાણ કરવા, અસ્તિત્વમાં રહેલા કાયદાઓને મજબુત બનાવવા અને બિઝનેસીસ અને પોલીસ વચ્ચે ડેટા-શેરિંગમાં વધારો કરવા અને કર્મચારીઓને ટેકો આપવા માર્ગદર્શન પૂરું પાડવાના કેટલાક પગલાઓ સમાવવામાં આવ્યા છે.’’

ક્રાઇમ અને પોલીસીંગ મિનીસ્ટર પોલીસ અધિકારીઓને સ્થાનિક બિઝનેસીસ સાથે મળીને કામ કરવાના મહત્ત્વ પર પત્ર લખશે અને “ભારપૂર્વક જણાવશે કે જો કોઇ દુકાનમાંથી £200કે તેથી વધુ કિંમતના માલની ચોરી થાય ત્યારે ક્રિમીનલ ઓફેન્સ તરીકે કાર્યવાહી કરવી જોઇએ.’’

પોલીસ મિનીસ્ટર કિટ માલ્ટહાઉસે કહ્યું હતું કે, “દુકાનદારો આપણા સમુદાયના ધબકારા છે અને તેમની સામે હિંસા અથવા દુર્વ્યવહાર સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. NRCSG દ્વારા, અમે ઉકેલો વિકસાવી રહ્યા છીએ જે રિટેલ ક્ષેત્રની ચિંતાને દૂર કરે છે. અમે આ ગુનાઓ દૂર કરવા માટે કટિબદ્ધ છીએ અને નિર્ણાયકરૂપે, સુનિશ્ચિત કરીએ છીએ કે પોલીસને ઘટનાઓની જાણ કરવામાં દુકાનદારોને સંપૂર્ણ ટેકો આપવામાં આવશે. સરકાર “તમામ પ્રકારના હિંસક ગુનાઓ સામે લડવા કાર્યવાહી કરી રહી છે, અને આવતા ત્રણ વર્ષમાં ૨૦,૦૦૦ નવા પોલીસ અધિકારીઓની ભરતી કરવાની યોજના છે.’’

એસોસિયેશન ઑફ કન્વીનિયન્સ સ્ટોર્સના સીઈઓ જેમ્સ લોમેને કહ્યું હતું કે “હુફાળા શબ્દો અને કાર્યકારી જૂથો પૂરતા નથી. દુકાનદારો પરના હુમલા માટે કડક દંડ અને હિંસાને દૂર કરવા માટે વધુ પોલીસ સંસાધનો જરૂરી છે.”