ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડા ((Photo by Getty Images/Getty Images for Global Citizen )

યુવા અભિનેત્રી અને અમેરિકન નિક જોનાસ સાથે લગ્ન કરનાર પ્રિયંકા ચોપરા પાસે સ્ટાઇલિશ ડ્રેસિસ અને જ્વેલરી કલેક્શન છે. આ દરમિયાન તેણે પોતાની ખાસ જ્વેલરી અંગે પણ સ્પષ્ટતા કરી છે. તાજેતરમાં જ પ્રિયંકાએ આ ખાસ જ્વેલરી વિશે વાત કરી છે. પ્રિયંકાએ કહ્યું કે તેના માટે સૌથી ખાસ વાત તેની ડાયમંડ એન્ગેજમેન્ટ રીંગ છે, જે તેને નિક જોનાસે આપી હતી. આ રીંગની કિંમત અંદાજે રૂ. 2.1 કરોડ હોવાનું કહેવાય છે. જ્યારે પ્રિયંકાને તેની સૌથી ખાસ જ્વેલરી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, જો હું એમ નહીં કહું કે તે મારી સગાઈની વીંટી છે, તો મારો પતિ મને મારી નાખશે. મજાક કરી રહી છું. તે મારી સગાઈની વીંટી છે.