Priyanka Chopra screened 'Last Film Show' in America
ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં લોસ એન્જલસમાં ઓસ્કાર-શોર્ટલિસ્ટેડ 'ધ લાસ્ટ ફિલ્મ શો' (છેલો શો) ની વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. (ANI ફોટો)

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા તાજેતરમાં અમેરિકામાં લોસ એન્જલસ ખાતે ઓસ્કારના નોમિનેટેડ સભ્યો માટે ભારતની સત્તાવાર એન્ટ્રી ‘છેલ્લો શો’ના વિશેષ સ્ક્રીનીંગનું આયોજન કર્યું હતું. પ્રિયંકાએ પોતાના ઘરે લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ના સ્ક્રીનિંગ અને ડિનરનું આયોજન કર્યું હતું. આ ફિલ્મને ભારત સરકાર તરફથી ઓસ્કાર માટે અધિકૃત રીતે નોમિનેટ કરવામાં આવી છે. તેને ધ એકેડેમી દ્વારા 95મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

પ્રિયંકાએ નોમિનેશન માટે મતદાન કરી રહેલા એકેડેમી સભ્યો માટે એવોર્ડ વિજેતા ફિલ્મની સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. સ્ક્રીનીંગ ઈવેન્ટમાં ફિલ્મના લીડ સ્ટાર ભાવિન રબારી, દિગ્દર્શક પાન નલિન અને નિર્માતા ધીર મોમાયા અને એકેડેમીના ઘણા સભ્યોએ હાજરી આપી હતી.

ડાયરેક્ટર પાન નલિન અને નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર અને ધીર મોમાયાએ જણાવ્યું હતું કે, “પ્રિયંકા એક ગ્લોબલ આઇકોન  અને ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી છે અને સૌથી વધુ, ખૂબ જ ઉદાર છે. અમે ખૂબ જ પ્રેરિત છીએ કે તેણે આ સ્ક્રીનિંગને હોસ્ટ કરીને લાસ્ટ ફિલ્મ શોને પોતાનું સમર્થન આપ્યું છે.”

આ રિસેપ્શનમાં હોલીવૂડના ઘણા ખ્યાતનામ લોકો હાજર રહ્યા હતા. જેમાં લોરેન્સ બેન્ડર, જે ઇન્ગ્લોરિયસ બસ્ટર્ડ્સ, કિલ બિલ, પલ્પ ફિક્શન અને રિઝર્વોયર ડોગ્સનું નિર્માણ કરવા માટે જાણીતા છે, તેમણે પાન નલિન અને ધીર મોમાયાને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત મહેમાનોમાં હોલીવૂડના ટોચના કાસ્ટિંગ ડાયરેક્ટર વિક્ટોરિયા થોમસ પણ હતા, જેઓ ક્વેન્ટિન ટેરેન્ટીનો, માઈકલ માન, કેથરીન બિગેલો, થોમસની ફિલ્મોના કાસ્ટિંગ માટે જાણીતા હતા. ડાયરેક્ટર પાન નલિનના કામના લાંબા સમયથી પ્રશંસક હેરોલ્ડ અને કુમાર ફેમ કાલ પેન પણ હતા. ગોથમ ગ્રુપના લિન્ડસે વિલિયમ્સ પણ હાજર હતા. આ ઉપરાંત ઘણા ટોચના ટેકનિશિયન, ઉદ્યોગજગતના અગ્રણીઓ, ઓસ્કાર વિજેતા સિનેમેટોગ્રાફર્સ, પ્રોડક્શન ડિઝાઇનર્સ, મ્યુઝિક કંપોઝર્સ અને VFX સુપરવાઇઝર પણ ઉપસ્થિત રહ્યા હતા. યુએસમાં લાસ્ટ ફિલ્મ શોનું વિતરણ કરવા અને સાઉથ એશિયાની પ્રતિભાને આવકાર આપવા બદલ તેમનો આભાર માન્યો હતો.

પ્રિયંકા ચોપરા એ આ પ્રસંગે કહ્યું હતું કે, “મને લાગે છે કે આ અમારી ફિલ્મો માટે ખરેખર સારો સમય છે અને હું મારા દેશના, મારા ઉદ્યોગના લોકોની હંમેશા સાથે જ છું. પાન નલિન, તે આપણા દેશના સૌથી પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતાઓ પૈકીના એક છે. તેણે એક મૂવી બનાવી જે મને ગમે છે, એંગ્રી ઈન્ડિયન ગોડેસીસ મેં તે ફિલ્મ જોઈ ત્યારથી હું તેમની ચાહક છું. ધીર મોમાયા સાથે તેમણે બનાવેલ છેલ્લો ફિલ્મ શો જોવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું અને સિદ્ધાર્થ રોય કપૂર જે અહીં નથી, મેં તેમની સાથે ઘણી ફિલ્મો કરી છે. તે આ ફિલ્મના નિર્માતા પણ છે.”

LEAVE A REPLY

4 × 2 =