વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફત સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણનો રવિવારે પ્રારંભ કર્યો હતો. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફત સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણનો રવિવારે પ્રારંભ કર્યો હતો. વડાપ્રધાન જણાવ્યું હતું કે આ યોજના ગ્રામીણ ભારતમાં પરિવર્તન માટેની ઐતિહાસિક હિલચાલ છે.

આ કાર્ડની મદદથી ગ્રામજનો માટે લોન અને બીજા નાણાકીય લાભ લેવા માટે ફાઇનાન્શિયલ એસેટ તરીકે પ્રોપર્ટીનો ઉપયોગ કરવાનો માર્ગ મોકળો થશે.
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ લગભગ એક લાખ સંપત્તિ માલિકો તેમના મોબાઈલ ફોન પર મોકલવામાં આવેલી SMS લીંકથી પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકશે. સંબંધિત રાજ્ય સરકાર પ્રોપર્ટી કાર્ડનું ફિઝિકલ વિતરણ કરશે.

આ યોજના હેઠળ 6 રાજ્યોના 763 ગામના લોકોને લભા મળશે. જેમાં ઉત્તરપ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 ગામો સામેલ થશે. મહારાષ્ટ્રને છોડીને બાકી દરેક રાજ્યોના લાભાર્થી 1 દિવસની અંદર ફિઝિકલ કાર્ડ મેળવી શકશે. જ્યારે મહારાષ્ટ્રમાં આ કાર્ડ મળવામાં 1 મહિનાનો સમય લાગી શકે છે કારણ કે મહારાષ્ટ્ર સરકાર સંપત્તિ કાર્ડ માટે સામાન્ય શુલ્ક લાગૂ કરવાની વ્યવસ્થા કરી રહી છે.