પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિતે સોમવાર, 20 સપ્ટેમ્બર 2021ના રોજ ચંદીગઢમાં રાજભવન ખાતે એક સમારંભમાં પંજાબના નવા મુખ્યપ્રધાન ચરણજિત સિંહ ચન્નીને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. (PTI Photo)

પંજાબના નવા મુખ્યમુખ્યાત ચરણજીત સિંહ ચન્નીએ સોમવારે શપથ ગ્રહણ વિધિ બાદ પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તમામ ગરીબોના બિલ માફ કરવામાં આવશે. દરેકનું જૂનું બિલ માફ કરવામાં આવશે. કોંગ્રેસ હાઈકમાને અમને પંજાબ માટે 18 મુદ્દા આપ્યા છે,જે અમે આ કાર્યકાળમાં જ પૂરા કરીશું.

તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની ટોચની નેતાગીરીએ એક સામાન્ય માણસને પંજાબની કમાન સોંપી છે. જેના ઘરમાં છત નહોતી તેને કોંગ્રેસ પાર્ટીએ આજે મુખ્યપ્રધાન બનાવી દીધો છે.

ચરણજીત સિંહ ચન્ની પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ કેન્દ્ર સરકારને વિનંતી કરશે કે ત્રણેય કૃષિ કાયદા તાત્કાલિક પાછા લેવામાં આવે. જો આ કાયદા પાછા નહીં લેવામાં આવે તો ખેતી ખતમ થઈ જશે અને પંજાબના દરેક પરિવારને અસર થશે. પંજાબના ખેડૂતોને નબળા નહીં પડવા દઈએ. તેમણે કહ્યું કે, જે ખેડૂતોના વીજળી કનેક્શન કપાયા છે તે તમામના કનેક્શન ફરી જોડી જેવામાં આવશે.