FILE IMAGE (PTI Photo/Vijay Verma)

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને સોમવાર, 18 ઓગસ્ટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે યુક્રેન યુદ્ધને મુદ્દે અલાસ્કામાં થયેલી બેઠક અંગેની માહિતી આપી હતી. આ ફોન કોલ દરમિયાન વડાપ્રધાન મોદીએ યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના વલણનો પુનરુચ્ચાર કર્યો હતો.

યુક્રેનમાં યુદ્ધવિરામ માટે શુક્રવારે ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કામાં લગભગ ત્રણ કલાક બેઠક યોજાઈ હતી, પરંતુ આ બહુપ્રતિક્ષિત શિખર બેઠક યુદ્ધવિરામ કરાર વિના સમાપ્ત થઈ હતી. પુતિન સાથેની ફોન પર વાતચીત પછી મોદીએ કહ્યું હતું કે ભારતે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે હાકલ કરી છે અને આ સંદર્ભમાં તમામ પ્રયાસોને સમર્થન આપે છે.

વડા પ્રધાને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે “મારા મિત્ર, પ્રેસિડન્ટ પુતિનનો તેમના ફોન કોલ અને અલાસ્કામાં પ્રેસિડન્ટ ટ્રમ્પ સાથેની તેમની તાજેતરની મુલાકાત અંગે અંગે માહિતી આપવા બદલ આભાર. ભારતે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની તરફેણ કરે છે.અને આ સંદર્ભમાં તમામ પ્રયાસોને સમર્થન આપે છે. હું આવનારા દિવસોમાં અમારા સતત આદાનપ્રદાન માટે આતુર છું.

વડાપ્રધાન કાર્યાલય (PMO)એ જણાવ્યું હતું કે પુતિને  ટ્રમ્પ સાથેની તેમની મુલાકાત અંગે માહિતી આપી હતી. બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના હેતુથી દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.

LEAVE A REPLY