FILE PHOTO REUTERS/Leah Millis

કતારનો રાજવી પરિવાર અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આશરે 400 મિલિયન ડોલરનું એક લક્ઝરીયલ વિમાન ભેટમાં આપશે. આ વિમાનને તેની ભવ્યતાના  ફ્લાઈંગ પેલેસ કહેવામાં આવે છે. તેમાં ડિઝાઈનર બાથરૂમ તથા પ્રાઈવેટ બેડરૂમ પણ છે. જોકે કતારની આ હિલચાલથી અમેરિકામાં રાજકીય વિવાદ ઊભો થયો હતો. સત્તાધારી રિપબ્લિકન પાર્ટીના કેટલાંક નેતાઓએ પણ તેની ટીકા કરી હતી. જોકે ટીકાનો જવાબ આપતા ટ્રમ્પે જમાવ્યું હતું કે આવી ભેટ ન સ્વીકારવી તે “મૂર્ખતા” હશે.

કતારના અધિકારીએ જણાવ્યું હતું કે આ ગિફ્ટ ટ્રમ્પને વ્યક્તિગત રીતે આપવામાં નથી આવતી પરંતુ તે ગવર્નમેન્ટ-ટુ-ગવર્નમેન્ટ ટ્રાન્ઝેક્શન જેવું છે. કોમર્શિયલી વેચાયેલા બોઈંગ 747-800ની કિંમત 400 મિલિયન ડોલર છે.

પરિસ્થિતિથી વાકેફ ઘણા લોકોના હવાલાથી, એબીસીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર કતારના શાહી પરિવાર પાસેથી $400 મિલિયનનું લક્ઝરી બોઇંગ 747-8 જમ્બો વિમાન લેવા માટે તૈયારી કરી રહ્યું હતું. 13 વર્ષ જૂનું આ વિમાન ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં બીજા કાર્યકાળના અંત સુધી નવા એરફોર્સ વન તરીકે સેવા આપશે. આ પછી 1 જાન્યુઆરી, 2029 સુધીમાં પ્રેસિડેન્શિયલ લાયબ્રેરી ફાઉન્ડેશનમાં ખસેડવામાં આવશે.

 

LEAVE A REPLY