A Life Poem of Queen Elizabeth
(Photo by Chris Jackson/Getty Images)

બ્રિટનના 95 વર્ષના ક્વીન એલિઝાબેથ-II ગ્લાસગોમાં યુએનની ક્લાઇમેટ કોન્ફરન્સ COP26માં ઉપસ્થિત નહીં રહે. હોસ્પિટલમાં એક રાત્રીના રોકાણને પગલે ડોક્ટર્સે આરામ કરવાની સલાહ આપી હોવાથી તેમણે આ નિર્ણય કર્યો છે, એમ બર્કિંગહામ પેલેસ ઓફિસે મંગળવારે જણાવ્યું હતું.

પેલેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ક્વીને પહેલી નવેમ્બરે સત્કાર સમારંભ માટે ગ્લાસગોની યાત્રા ન કરવાનો ખેદપૂર્વક નિર્ણય કર્યો છે. તેઓ વીડિયો મેસેજ મારફત આ બેઠકમાં પ્રતિનિધિઓને સંબોધન કરશે.

ક્વીને ઓક્ટોબરના પ્રારંભમાં વ્યસ્ત શિડયુલ્ડ બનાવ્યું હતું, પરંતુ મેડિકલ એડવાઇસને પગલે નોર્થન આર્યલેન્ડની મુલાકાત રદ કરી હતી. ગુરુવારે ક્વીન પ્રાથમિક તપાસ માટે લંડનની પ્રાઇવેટ એડવર્ડ-VII હોસ્પિટલમાં એક રાત્રી માટે દાખલ થયા હતા. તેમનું હોસ્પિટલમાં આ રોકાણ 2013 પછીનું પ્રથમ હતું અને પેલેસે શરુઆતમાં તેની માહિતી જાહેર કરી ન હતી, તેથી તેમની તબિયત અંગે ચિંતા ઊભી થઈ હતી. જોકે ગુરુવારથી તેમએ સત્તાવાર ફરજ બજાવવાનું ચાલુ કર્યું હતું.

ક્વીન એલિઝાબેઝ-2 1952થી રાજ કરે છે અને આગામી વર્ષે પ્લેટિનમ જુબિલીની ઉજવણી કરશે. દૈનિક જાહેર કાર્યક્રમો દરમિયાન ક્વીન સ્વસ્થ જણાતા હતા. જોકે તેમણે આ મહિનાના એક મુખ્ય જાહેર કાર્યક્રમમાં પ્રથમ વખત વોકિંગ સ્ટીકનો ઉપયોગ કર્યો હતો.