પ્રતિક તસવીર

સરકારે તાજેતરમાં જાહેર કરેલા દૈનિક કોરોનાવાયરસના આંકડા મુજબ નવા 14,718 પોઝીટીવ કેસીસ હોવાની જાહેરાત કરી છે. કોવિડ-19ના કારણે વધુ 189 લોકો મરણ પામ્યા હતા અને 1,438 લોકોને સારવાર અર્થે દાખલ કરાયા હતા. આ એવા કમનસીબ લોકોનો ઉલ્લેખ કરાયો છે જેઓ કોવિડ ટેસ્ટના પોઝીટીવ ટેસ્ટ બાદ 28 દિવસની અંદર મૃત્યુ પામ્યા છે. યુકેમાં નોંધાયેલા મૃત્યુની કુલ સંખ્યા 61,434 થઈ છે.

અત્યાર સુધીમાં કુલ 226,942 લોકો હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા જ્યારે 14,718 લોકોએ કોરોનાવાયરસ માટેનો ટેસ્ટ પોઝીટીવ મેળવ્યો હતો.