ડાઉનિંગ સ્ટ્રીટ: લાંબા જીવનનું વરદાન

0
520

કામગીરીનુ ભારે દબાણ હોવા છતાં ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેતા મોટાભાગના વડા પ્રધાનો આર્કબિશપ અને રાજાઓ કરતા વધુ લાંબું જીવન જીવતા હોવાનું જાણવા મળ્યું છે. જો કે 94 વર્ષના મહારાણી એક માત્ર અપવાદ છે. મહારાણીએ તેમના દીર્ધાયુષ્ય દરમિયાન વડા પ્રધાન બોરીસ જ્હોન્સનને કોરોનાવાયરસમાંથી સ્વસ્થ થતા અને તેમના પ્રથમ વડાપ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલને 1953માં સ્ટ્રોકની બીમારીમાંથી પાછા ફરતા જોયા છે.

1841થી, વડા પ્રધાનો શાહી પરિવારના સભ્યોથી વધારે લાંબુ જીવી રહ્યા છે. તમામ વડા પ્રધાનોના પોણા ભાગના વડા પ્રધાનો શાહી પરિવાર કરતા વધારે અને 10માંથી સાત વડા પ્રધાનો આર્કબિશપ કરતા વધુ આયુષ્ય ધરાવતા હતા. શાહી પરિવારની માત્ર 10માંથી ફક્ત ચાર મહિલાઓ સમાનરૂપે લાંબુ જીવ્યા હતા. તેની સામે માત્ર ચોથા ભાગના રોયલ્સ તેટલુ જીવ્યા હતા. લંડનની કાસ બિઝનેસ સ્કૂલના સ્ટેસ્ટીક્સના પ્રોફેસર લેસ મેહ્યુના તારણો મુજબ ‘’71 વર્ષના પ્રિન્સ ચાર્લ્સ તેમના વંશ અને જન્મના આધારે આશરે 83 વર્ષ જીવશે તેવી સંભાવના છે.

ડ્યુક ઓફ એડિનબરા અને મહારાણી પહેલાના રાજવંશે જાણી જોઈને તેમના આરોગ્યની અવગણના કરી હતી. ક્વીન વિક્ટોરિયાનો પુત્ર એડવર્ડ સાતમો વધુ વજનના કારણે હાર્ટ એટેકથી 68 વર્ષની વયે અને જ્યોર્જ પાંચમો 1925માં ધૂમ્રપાનને લગતો પલ્મોનરી રોગનો ચેપ લાગતા 1936માં મરણ પામ્યો હતો. રાણીના પિતા જ્યોર્જ છઠ્ઠા ભારે ધૂમ્રપાનના કારણે ફેફસાના કેન્સરથી 56ની ઉંમરે અને તેમના કાકા એડવર્ડ આઠમા ગળાના કેન્સરને કારણે 77 વર્ષની વયે અવસાન પામ્યા હતા.

તેનાથી વિપરીત હેરોલ્ડ મેકમિલન 92 વર્ષ જીવ્યા હતા. એન્થની એડન 79 વર્ષ જીવ્યા હતા. સ્ટ્રોકનો ભોગ બન્યા બાદ ચર્ચિલ 90 વર્ષની વયે મરણ પામ્યા હતા. સૌથી લાંબો સમય જેમ્સ કલાઘાન જીવ્યા હતા. તેમના 93માં જન્મદિવસની પૂર્વસંધ્યાએ તેઓ મરણ પામ્યા હતા.