દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 27892 થઈ ગઈ છે. દેશભરમાં કોરોના થી 872 લોકોના મોત થયા છે. જ્યારે 20835 એક્ટિવ કેસ છે. 6185 લોકો અત્યાર સુધી સ્વસ્થ થયા છે. કોરોનાનો હવે રિકવરી રેટ વધી રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે જાણકારી આપતા જણાવ્યું હતું કે, 85 જિલ્લામાં છેલ્લા ૧૪ દિવસથી કોઇ પણ નવો કેસ સામે આવ્યો નથી. કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. 16 જિલ્લામાં છેલ્લા ૨૮ દિવસ સુધી કોઈ પણ કેસ સામે આવ્યો નથી

અગ્રવાલે આગળ જણાવ્યું હતું કે અમારો રિકવરી રેટ 22.17 ટકા થઈ ગયો છે. આપણે ચોકસાઈ રાખવી પડશે. કોરોનાના દર્દી હોવા તે કોઈ કલંક નથી. આ સમયે અન્ય બીમારીઓની સારવારમાં પણ કોઈ કમી વર્તાવી જોઈએ નહીં. સ્વસ્થ રહેલા દર્દીઓ કોઈ બીમારી ટ્રાન્સ્મીટ કરતા નથી પરંતુ તેમના પ્લાઝમા માંથી બીમાર લોકો સ્વસ્થ થઇ શકે છે. સમાજમાં વ્યવહારિક બદલાવો થવો જરૂરી છે આ લડાઈ સંપૂર્ણ સમાજની છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી અગ્રવાલે કહ્યું હતું કે દેશમાં ટચિંગ કીતને સંખ્યામાં કોઇ કમી આવી નથી અમે લોકો સતત સંખ્યામાં વધારો કરી રહ્યા છીએ. દરરોજ સેમ્પલ લેવાના પણ વધારયા છે. અમે લોકો વધારે માં વધારે ટેસ્ટ કરી રહ્યા છીએ. મહારાષ્ટ્ર અને મુંબઈમાં ખાસ કરીને જે ગીચ વસ્તીવાળો વિસ્તાર છે એ સરકાર માટે પડકારરૂપ છે પરંતુ અમે ત્યાં પણ પૂરી કોશિશ કરી રહ્યા છીએ