(Photo by Christopher Furlong/Getty Images)

નવું સંશોધન બતાવે છે કે બ્રિટનના લોકો જાતિ વિશેના તેમના વલણમાં વધુ ખુલ્લા અને વિચારશીલ બને છે અને અસમાનતાઓ વિશે વધુ ચિંતિત છે.

ઇપ્સોસ મોરીના નવા સંશોધન મુજબ બ્રિટીશ લોકો 2000ના દાયકાના મધ્યભાગથી જાતિ પ્રત્યેના તેમના વલણ પ્રત્યે વધુ સ્પષ્ટ વિચારસરણી અપનાવી છે. જો કે, દસમાંથી સાત લોકો હજી પણ વિચારે છે કે બ્રિટનમાં જુદી જુદી જાતિઓ અને રાષ્ટ્રીયતાના લોકો વચ્ચે ઓછામાં ઓછો તણાવ છે, અને જાહેર સેવાઓ, પોલીસ અને રાજકારણમાં અસમાનતાઓ વિશે ચિંતા છે.

89% લોકોએ જણાવ્યું હતું કે તેમનું બાળક બીજા વંશીય જૂથના કોઈની સાથે લગ્ન કરે તો ખુશ હશે. 70% ભારપૂર્વક સંમત થયા હતા. મોટાભાગના લોકો બ્રિટિશ બનવા માટે તમારે શ્વેત હોવું જરૂરી છે તેની સાથે અસહમત હતા. આ નિવેદનમાં સહમત થનારાનું પ્રમાણ છેલ્લા 14 વર્ષમાં 10%થી ઘટીને 3% થઈ ગયું છે.

જો કે, દસમાંથી સાત (69%) લોકો વિચારે છે કે બ્રિટનમાં વિવિધ જાતિઓ અને રાષ્ટ્રીયતાના લોકો વચ્ચે ઓછામાં ઓછો તણાવ ઓછો છે. જ્યારે 20%  કહે છે કે ત્યાં ખૂબ તણાવ છે.  દસમાંથી ચાર એટલે કે 45% લોકો માને છે કે બ્રિટનમાં આજે દસ વર્ષ પહેલાંની તુલનામાં વધુ વંશીય સહિષ્ણુતા છે. બહુમતી 67% વ્યાપકપણે આશાવાદી છે કે આગામી 10 વર્ષમાં બ્રિટન રહેવા માટે વધુ વૈવિધ્યસભર અને સહનશીલ સ્થળ બનશે.

અડધા લોકો માને છે કે બ્રિટનની જાહેર સેવાઓ શ્યામ (52%) અને એશિયન (53%) લોકો સાથે શ્વેતના જેવું જ વર્તન કરે છે. જો કે, 33% લોકો માને છે કે શ્યામ લોકો સાથે અને 27% લોકો માને છે કે એશિયન લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. ફક્ત ત્રણમાંથી એક, એટલે કે 37% લોકો માને છે કે સંભવ છે કે આગામી 10-20 વર્ષમાં શ્યામ, એશિયન અથવા મિશ્ર જાતિની વ્યક્તિ વડા પ્રધાન બનશે. 2009માં આ દર 21% હતો. 22% કહે છે કે તે સંભવિત નથી.

આ સર્વેના ભાગ રૂપે માત્ર 120થી વધુ શ્યામ, એશિયન અને લઘુમતી એથનિક (BAME) લોકોની મુલાકાત લેવામાં આવી હતી. સર્વેક્ષણમાં શ્વેત અને BAMEના મંતવ્યો વચ્ચેના કેટલાક પગલાં પર થોડો તફાવત છે. BAME ના મોટાભાગના લોકોએ કહ્યું હતું કે જો તેમનું બાળક બીજા વંશીય જૂથની વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેમને વાંધો નથી. પરંતુ તેઓ અસંમત હતા કે “ખરેખર બ્રિટીશ થવા તમારે શ્વેત હોવું જરૂરી છે.” અડધાથી ઓછા લોકોને લાગે છે કે 10 વર્ષ પહેલાં કરતાં આજે વધુ વંશીય સહિષ્ણુતા છે.

BAME લોકોને લાગે છે કે શ્વેત લોકો કરતા શ્યામ અને એશિયન લોકો સાથે જાહેર સેવાઓ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવે છે. 10થી 20 વર્ષમાં BAMEની વ્યક્તિ વડાપ્રધાન બનશે તે માટે થોડા ઓછા આશાવાદી છે.