(ANI Photo)

જનતા સાથે સંપર્ક કરવાના પ્રયાસના ભાગરૂપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં રેલવે સ્ટેશન જઈને કૂલી બન્યાં હતા અને કુલીઓની સ્થિતિનો જાણવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ કોંગ્રેસ નેતા હરિયાણાના એક ખેતરમાં ગયા હતા અને ખેતી પણ કરી હતી.

આ કોંગ્રેસે ટ્વિટર પર એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં લખ્યું છે કે, ‘ભારત જોડો યાત્રા ચાલુ! મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થઈને જન નેતા રાહુલ ગાંધીએ ભારતને એક કરવાની યાત્રા શરૂ કરી છે. તેમનો કાફલો આજે દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશને પહોંચ્યો હતો. રાહુલે કુલીઓના મનની વાત સાંભળી, તેમની પીડા અને સમસ્યાઓ સાંભળી અને સમજ્યા.

આ વીડિયોમાં રાહુલ ગાંધી કુલીનો ડ્રેસ પહેરેલા જોવા મળ્યાં હતા. તેઓ પેસેન્જરનો સામાન માથા પર લઈને ફરતા પણ જોવા મળ્યાં હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, રાહુલ ગાંધી માથા પર સૂટકેસ લઈને થોડે દૂર ચાલે છે અને પછી બીજા કુલીને આપે છે. આ સમય દરમિયાન સ્ટેશન પર ઘણા કુલીઓ જોવા મળે છે.

ઓગસ્ટ મહિનામાં કુલીઓનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં કુલીઓએ રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ હવે કોંગ્રેસના નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતા.

LEAVE A REPLY

3 + eight =