પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વાતાવરણમાં ફેરફારને કારણે મધ્યપૂર્વના દેશોમાં ધૂળના તોફાનોની સંખ્યામાં વધારાને કારણે ભારતમાં ચોમાસાની સિઝનમાં વરસાદમાં વધારો થવાની ધારણા છે. મધ્યપૂર્વના રણમાંથી ધૂળની ડમરીઓ ઉડીને અરબી સમુદ્રમાં જાય છે, તેનાથી દક્ષિણ એશિયામાં વરસાદમાં વધારો થવાની શક્યતા છે, એમ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), ભુવનેશ્વરના એક અભ્યાસમાં જણાવાયું છે.

અગાઉના અભ્યાસમાં જણાયું હતું કે મધ્યપૂર્વ અને ઉત્તર આફ્રિકાના રણમાંથી ઉડતી ધૂળના એરોસેલથી ભારતમાં એક કે બે સપ્તાહના ટૂંકાગાળામાં વરસાદમાં વધારો થાય છે. આ ધૂળના તોફાનથી અરેબિયન સમુદ્રમાં ગરમીમાં વધારો થયો છે, જે ઊર્જાનો સ્રોત બને છે અને તેનાથી ભારતીય રિજનમાં પવન અને ભેજની ગતિને વેગ મળે છે.

સંશોધકોએ જણાવ્યું હતું કે અલ-નિનો સંબંધિત દુકાળના વર્ષો દરમિયાન આ સંબંધ હવે વધુ મજબૂતબન્યો છે. અલ નિનો અને લા નો પેસિફિક સમુદ્ર પરની વાતાવરણની પેટર્નથી તેનાથી વિશ્વભરમાં હવામાનને અસર થાય છે.

આઇઆઇટી, ભુવનેશ્વરના પ્રોફેસર વી વિનોદે જણાવ્યું હતું કે હાલના હવામાન પરિવર્તનને કારણે ભારતે દુકાળ અથવા વરસાદની ખાધ અને ચોમાસાની વરસાદની આકાશી પેટર્નનો સામનો કરી રહ્યો છે. જોકે ગ્લોબલ વોર્મિંગ અને પવનની પેટર્નમાં ફેરફારને કારણે અમે માનીએ છીએ કે આગામી વર્ષમાં મધ્યપૂર્વના રણ વિસ્તારોમાં ધૂળના તોફાનમાં વધારો થઈ શકે છે. આ ધૂળ સાનુકૂળ હવામાન સ્થિતિમાં અરેબિયન સમુદ્રમાં પહોંચે તેવી શક્યતા છે. આ સ્થિતિ ભારતમાં ટૂંકા ગાળામાં ભારે વરસાદનું કારણ બની શકે છે.