Supreme Court stay on promotion of 68 judges in Gujarat
(istockphoto.com)

સુપ્રીમ કોર્ટે તેના એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે કોઇ આરોપી સામે ગુનાહિત કાર્યવાહી ચાલતી હોય તો તેને પ્રિવેન્ટિંગ અટકાયતમાં રાખવા માટે તેની વ્યક્તિગત સ્વતંત્રતાનું બલિદાન આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે નોકરી મેળવવા માગતા સેંકડો સાથે કથિત છેતરપિંડી માટે એક વ્યક્તિ સામેના અટકાયતના તેલંગણા સરકારના આદેશને રદ કર્યો હતો.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાના ઉલ્લંઘનની માત્ર આશંકા હોય તો તે જાહેર વ્યવસ્થાની જાળવણીને વિપરિત અસર કરતાં ધોરણો માટેનું પૂરતું કારણ નથી.ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને સુર્યકાંતની બનેલી ખંડપીઠે સ્વીકાર્યું હતું કે અટકાયતામાં રાખવામાં આવેલા વ્યક્તિ સામેના આરોપ ગંભીર છે, પરંતુ મગજના ઉપયોગ કર્યા વગર તેલંગણા ધારા હેઠળ અટકાયતાનો આદેશ જારી કરાયો હતો. અમે તેથી અપીલને મંજૂરી આપી છીએ છીએ અને 25 ફેબ્રુઆરી 2022ના રોજ હાઇકોર્ટના આદેશને રદ કરીએ છીએ. તેથી 19 મે 2021ના રોજ અટકાયતી સામે જારી કરવામાં આવેલો અટકાયતનો આદેશ રદ થયા છે.

અટકાયતાના આદેશને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને હાઇકોર્ટે 25 જાન્યુઆરી 2022ના રોજ આ પિટિશનને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે તેના તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે અટકાયતમાં રાખવામાં આવેલા વ્યક્તિ સામેના આક્ષેપો ગંભીર છે, પરંતુ  પ્રિવેન્ટિવ અટકાયત માટે એક વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતાનું માત્ર એટલા માટે બલિદાન ન આપી શકાય કે તેની સામે ગુનાહિત કાર્યવાહી ચાલુ છે. પ્રિવેન્ટિવ અટકાયતાની સત્તા અપવાદજનક છે અને કઠોર પણ છે.

કોર્ટે જણાવ્યું હતું કે સાત મહિના પહેલા થયેલા એક ગુનાથી જાહેર વ્યવસ્થાને ખલેલ પડી શકે તેવી આશંકાને આધારે હાલમાં પ્રિવેન્ટિવ અટકતાયતાને ઓર્ડર જારી કરી શકાય નહીં. આ કેસમાં જાહેર વ્યવસ્થાને વિપરિત અસરની આશંકા અટકાયતામાં લેનારી ઓથોરિટીનું માત્ર એક અનુમાન છે. અટકાયતામાં રાખવામાં આવેલા વ્યક્તિને 8 જાન્યુઆરી 2021ના રોજ જમીન પર મુક્ત કરવામાં આવ્યા બાદ કોઇ અવસ્થા ઊભી થઈ નથી.