26 ડિસેમ્બર 2015ના આ ફાઇલ ફોટોમાં પદ્મભૂષણ સંગીતકાર રાજન મિશ્રનું (સેન્ટ્રલ) અને સાજન મિશ્ર (જમણી બાજુ) નવી દિલ્હીમાં ફોટોગ્રાફક અવિનાશ સપીસાસરિચા (ડાબી બાજુ)નું પિક્ચોરિયલ કેલેન્ડર રિલીઝ કરે છે. (Photo by PRAKASH SINGH/AFP via Getty Images)

બનારસ ઘરાનાની સુપ્રિદ્ધ રાજન સાજનની જોડી પૈકીના મોટાભાઇ પં. રાજન મિશ્રનુ રવિવારે, 25 એપ્રિલે દિલ્હીમાં કોરોનાના કારણે નિધન થયું હતું. પંડિત રાજન મિશ્રને દિલ્હીની ગંગારામ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને તાત્કાલિક વેન્ટીલેટર ન મળી શકતાં રવિવારે સાંજે તેમનું અવસાન થયું હતું.

તેમના મૃત્યુ બાદ દેશભરમાંથી પ્રશંસકો મહાન સંગીતકારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પંડિત રાજનને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સાથે હાર્ટ એટેક પણ આવ્યો, જેના કારણે તેમની સ્થિતિ ગંભીર થઇ હતી. રવિવારે સવારે દિલ્હીની સ્ટીંફસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમને વેંટિલેટરની જરુર હતી, પરંતુ ત્યાં તેમને વેંટિલેટર ના મળ્યું. લોકોએ ટ્વિટર પર તેમના માટે મદદ પણ માંગી. છેલ્લે તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા, પરંતુ જ્યાં સુધીમાં તેમને વેંટિલેટર મળ્યું ત્યાં ઘણુ મોડું થઇ ગયું હતું.

રાજન મિશ્ર ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક હતા. જેમને 207ના વર્ષમાં આરત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મ ભૂષણનું સન્માન આપવામાં આવ્યું હતું. 1978ના વર્ષમાં તેમણે શ્રીલંકામાં પોતાનો પહેલો સંગીત કાર્યક્રમ આપ્યો હતો. ત્યારબાદ તેમણે જર્મની, ફ્રાંસ, સ્વિત્ઝર્લેંડ, ઓસ્ટ્રિયા, અમેરિકા, બ્રિટન, નેધરલેંડ, સિંગાપુર, કતર, બાંગ્લાદેશ સહિત દુનિયાભરના અનેક દેશોમાં કાર્યક્રમ કર્યા હતા.