રાજસ્થાનના બુંદી જિલ્લામાં બુધવારે સવારે જાનૈયાઓથી ભરેલી એક બસ ઓવરબ્રીજ પરથી નદીમાં ખાબકી છે. આ એક્સિડન્ટમાં 24 લોકોના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જાન કોટાથી સવાઈમાધોપુર જતી હતી. બસમાં કુલ 30 લોકો હતા. ઘટના હાઈવેના પાપડી ગામ પાસે થઈ છે. મૃતકોમાં 11 મહિલાઓ, 3 બાળકો અને 10 પુરુષો હોવાની માહિતી મળી છે. રાજ્ય સરકારે દરેક મૃતકના પરિવારને રૂ. 2 લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.પ્રત્યદર્શીઓના જણાવ્યા પ્રમાણે, ઘટના સમયે બસ ખૂબ સ્પીડમાં હતી. મેજ નદીના પુલ પર બસ અનિયંત્રીત થઈ ગઈ અને નદીમાં પડી હતી. ગ્રામીણોએ પણ લોકોને બચાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. ગ્રામીણોએ પોલીસ અને પ્રશાસને પણ માહિતી આપી હતી. રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામા આવ્યું છે.