Raju Modhwadia (Image: Leicestershire Police)

ડિસેમ્બરમાં હત્યા કરાયેલા લેસ્ટરના 41 વર્ષના રાજુ મોઢવાડિયાની હત્યા બદલ અન્ય 3 આરોપીઓ લેસ્ટરના તમીર મીઠા, (ઉ.વ. 35), હેમિલ્ટન સ્ટ્રીટ; ઇસાકિયા ડેવિસ-સિમોન, (ઉ.વ. 26), ચાંદોસ સ્ટ્રીટ અને ડેનિયલ સ્પેન્સર, (ઉ.વ. 32), વેસ્ટમીથ એવન્યુ સામે તહોમત મૂકવામાં આવ્યું હતું. આ પહેલા લેસ્ટરના અન્ય બે માણસો શેડોન આર્ચર, (ઉ.વ. 32), બાસેટ સ્ટ્રીટ અને માર્કસ હેનરી, (ઉ.વ. 32), મોરપેથ એવન્યુ પર ડિસેમ્બરમાં હત્યાનો આરોપ મૂકી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

“નોંધપાત્ર છરાના ઘા” સાથે સોમવાર, 27 ડિસેમ્બર, 2021ના રોજ વહેલી સવારે હેમિલ્ટન સ્ટ્રીટના જંકશન નજીક, એવિંગ્ટન રોડ, એવિંગ્ટન, લેસ્ટરમાંથી મળી આવેલા રાજુ મોઢવાડિયા કારા મુરુના નામે પણ જાણીતા હતા. તમામ આરોપીઓ પર હત્યા અને ન્યાયના માર્ગને અવરોધવાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

નવા ત્રણેય આરોપીની આ ઘટનાના સંબંધમાં અગાઉ ધરપકડ કરી પૂછપરછ કરાતી હતી. તેમને ત્યારે જામીન પર મુક્ત કરાયા હતા. આરોપ બાદ તેમને ત્રણેયને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા અને લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થનાર છે.