સંસદના ચોસામું સત્રમાં કૃષિ ખરડાના વિરોધમાં હોબાળો થયો હતો અને ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને રૂલબુક ફાડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. (PTI)

રાજ્યસભામાં કૃષિ સંબંધિત ખરડા અંગેની ગરમાગરમ ચર્ચા દરમ્યાન ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો. વિરોધપક્ષના સભ્યોએ ગૃહના મધ્યમમાં આવીને સૂત્રોચ્ચાર કર્યા હતો અને ઉપ-સભાપતિની પાસે કાગળના ટુકડા ઉછાળ્યા હતા આ વિરોધ વચ્ચે ઉપ-સભાપતિની પાસે હાજર માર્શલોએ તેમને રોકતા થોડો સંઘર્ષ થયો હતો અને ઉપસભાપતિની સામેવાળું માઇક પણ તૂટી ગયું હતું.

પશ્ચિમ બંગાળના ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન સૂત્રોચ્ચાર કરતાં ઉપસભાપતિ સુધી આવી ગયા હતા અને પછી ઉપસભાપતિ પાસેથી બિલ છીનવી લેવાની કોશિષ કરી હતી. ઓ બ્રાયલે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનના માઇક્રોફોને ખેંચી લીધું હતું. ગ઼હમાં હોબાળો વધતા ઉપસભાપતિએ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.તૃણમુલ કોંગ્રેસના સાંસદે જણાવ્યું હતું કે સંસદીય લોકશાહી પ્રણાણીને આ ઘાતકી હત્યા છે. સાંસદના આ નિવેદનને પગલે ગૃહમાં હોબાળો ચાલુ થયો હતો.