સંસદ સત્રના બીજા તબક્કાનો પાંચમો દિવસ પણ હોબાળા ભરેલો રહ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષે ભારે હોબાળો કર્યો, જેના કારણે સભાપતિ વેંકૈયા નાયડૂએ 11 માર્ચ સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. આ પહેલા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓએ ગાંધીજીની પ્રતિમા સામે દેખાવ કર્યા હતા. ‘ગૃહ મંત્રી રાજીનામુ આપો’અને ‘દિલ્હીને ન્યાય આપો’ના નારા લગાવ્યા હતા.કોંગ્રેસ સહિત વિપક્ષ દિલ્હી હિંસા પર ગૃહમાં ચર્ચાની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસ વિપક્ષ સતત દિલ્હી હિંસા પર ચર્ચાની માંગ કરી રહ્યો છે.

સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી 11 માર્ચે લોકસભા અને 12 માર્ચે રાજ્યસભામાં દિલ્હી હિંસા પર ચર્ચા કરાવવાની વાત કહી ચુક્યા છે. 2 માર્ચથી શરૂ થયેલા સત્રમાં સતત કાર્યવાહીમાં અડચણો આવી રહી છે.શુક્રવારે કોંગ્રેસના ગુલામ નબી આઝાદ અને સપાના રામગોપાલ યાદવે રાજ્યસભા અને કોંગ્રેસના અધીર રંજન ચૌધરી અને કે. સુરેશે લોકસભા સ્થગન પ્રસ્તાવ આપ્યો હતો. તો બીજી તરફ BJD ઓરિસ્સાના પૂર્વ મુખ્યમંત્રી બીજૂ પટનાયકને ભારત રત્ન આપવાની માંગ કરી રહ્યો છે.

જેના માટે શૂન્યકાળમાં ચર્ચા કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.ગુરુવારે બપોર બાદ સ્પીકર બિરલાએ કોંગ્રેસના 7 સાંસદો ગૌરવ ગોગોઈ, ટીએન પ્રતાપન,ડીએન કુરિયાકોસ, આર ઉન્નીથોન, મણિકમ ટૈગોર, બેની બેનન અને ગુરજીત સિંહ ઔજલાને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. બીજી બાજું રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન સભાપતિ વૈંકેયા નાયડૂ નારાબાજીથી નારાજ થઈ ગયા હતા. તેમણે સાંસદોને કહ્યું કે, આ સંસદ છે, કોઈ બજાર નથી.