(Photo by DIBYANGSHU SARKAR/AFP via Getty Images)
1970-80ના દસકાની બોલીવૂડની ટોચની અભિનેત્રી અને 1990 પછીના દસકામાં ચરિત્ર અભિનેત્રી તરીકે અનેક ભૂમિકાઓ કરનારી રાખી ઘણા વર્ષોથી ફિલ્મી દુનિયામાંથી ગાયબ થઇ ગયા હતા.
જોકે, તેઓ હવે બંગાળી ફિલ્મ દ્વારા પુનરાગમન કરી રહ્યા છે.  બંગાળી ફિલ્મ ‘અમર બોસ’માં રાખી મુખ્ય ભૂમિકામાં દેખાશે. જોગાનુજોગ તેમની છેલ્લી ફિલ્મ પણ બંગાળી ભાષામાં ૨૦૦૩માં રજૂ થયેલી ‘શુભ મુહૂર્ત’ જ હતી.
એ પછી રાખીએ ‘નિર્બાન’ નામની ફિલ્મમાં કામ કર્યું હતું પરંતુ તે માત્ર કેટલાક  ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જ રજૂ થઈ હતી. તાજેતરમાં જ રાખીની જેમ પીઢ અભિનેત્રી ઝિન્નત અમાને પણ બોલીવૂડમાં પુનરાગમન કર્યું છે. જોકે, રાખી હવે વધુ કોઈ હિન્દી પ્રોજેક્ટ સ્વીકારવાની ઈચ્છા ધરાવે છે કે કેમ તે અંગે જાણવા મળ્યું નથી.

LEAVE A REPLY

ten − two =